સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ વતી રિદ્ધીમાન સાહા 35, શિખર ધવન 34 અને રશિદ ખાને 34 રનનું યોગદાન આપ્યું હતું.
2/6
કોલકત્તા: આઇપીએલ સીઝન 11ની ક્વાલિફાયર-2માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદે કોલકત્તાને 13 રને હરાવી ફાઇનલમાં પહોંચી ગઇ છે. હવે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ફાઈનલ રમશે.
3/6
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 174 રન બનાવી કોલકત્તાને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં કોલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 161 રન બનાવી શકી હતી. અને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
4/6
કોલકત્તા તરફથી ક્રિસ લીને સર્વાધિક 48 રન બનાવ્યા હતા. સુનિલ નરેન 26 અને નિતિશ રાણાએ 22 રનનું યોગદાન આપ્યું હતું.
5/6
હૈદરાબાદના જીત હિરો રાશિદ ખાન સાબિત થયો હતો. રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ ઝડપી હતી. અને તેણે બેટિંગમાં પણ આક્રમક બેટિંગ કરી 10 બોલમાં 34 રન ફટકારી હૈદરાબાદનો સ્કોર 174 સુધી પહોંચાડ્યો હતો.
6/6
સનરાઇઝર્સ હૈદરાબાદ ગ્રુપ સ્ટેજમાં 14 મેચ બાદ ટોપ પર રહ્યું હતું, પરંતુ ટીમને અંતિમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાં ચેન્નઈ વિરુદ્ધ ક્વાલિફાયર-1માં મળેવી હાર પણ શામેલ છે.