આઈપીએલે આ અંગે જણાવ્યું કે, “આઈપીએલની આચારસંહિતાના સંદર્ભમાં ધીમી ઓવર ગતિનો આ સત્રનો તેમની ટીમ પર પહેલો દંડ થયો છે. જેના માટે કોહલીને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”
2/4
વિરાટ કોહલીના બોલર્સે સખત મહેનત કર્યા પણ કોઈ બોલર અંબાયતી રાયડુ અને એમએસ ધોનીને રોકવામાં સફળ ન થયા. બોલરોની ધોલાઈ દરમિયાન ઓવરોની ગતિ એટલી ધીમી થઈ ગઈ કે આઈપીએલ દ્વારા RCB કેપ્ટન વિરાટ કોહલીને 12 લાખનો દંડ ફટકારી દીધો.
3/4
યજમાન ટીમે પહેલા બેટિંગ કરીને આઠ વિકેટે 205 રનનો સ્કોર બનાવ્યો હતો, પણ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 34 બોલમાં 70 રનની તોફાની બેટિંગ સામે RCBએ મેચ ગુમાવવી પડી, CSK એ આ જંગી સ્કોરને મેચના બે બોલ બાકી હતા અને પૂરો કરી લીધો.
4/4
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ બુધવારે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટે હાર આપી હતી. જ્યારે આ હાર બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. વિરાટ કોહલીએ મેચમાં એક મોટી ભૂલ કરી જેના બદલ કોહલીને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.