શોધખોળ કરો
Advertisement
IPL 2019: CSKની સતત બીજી જીત, દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નઈએ 6 વિકેટથી જીત મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સે 19.4 ઓવરમા 4 વિકેટ ગુમાવી 150 રન બનાવી વિજય મેળવ્યો હતો.
ચેન્નઈ આ જીત સાથે સતત બીજી છે. બન્ને ટીમનો આઈપીએલ-12ના પોતાનો આ બીજો મુકાબલો હતો. ચેન્નઈ તરફથી શેન વોટ્સને 44, સુરેશ રૈના 30 અને ધોનીએ 27 રન બનાવ્યા હતા.
દિલ્હી તરફથી શિખર ધવને સર્વાધિક 51 રન બનાવ્યા હતા. પંતે 13 બોલમાં 25 અને પૃથ્વી શૉએ 16 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે દિલ્હીની ટીમ 180 રનની આસપાસ સ્કોર કરશે તેમ લાગતું હતું પરંતુ તેમ થયું નહોતું. બ્રાવોએ 4 ઓવરના સ્પેલમાં 33 રન આપી 3 વિકેટ ઝડપતાં દિલ્હીનો સ્કોર 120 રન પર બે વિકેટથી 127 રનમાં 6 વિકેટ થઈ ગયો હતો.2 in 2 for @ChennaiIPL
Bravo finishes it off for #CSK as they win by 6 wickets and register their second win of #VIVOIPL 2019 season Scorecard - https://t.co/AWx9J47Cvh #DCvCSK pic.twitter.com/otlJon8eP9 — IndianPremierLeague (@IPL) March 26, 2019
દિલ્હીની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો, જ્યારે ચેન્નઇની ટીમમાં કોઈ બદલાવ નથી થયો. દિલ્હી કેપિટલ્સે ટ્રેન્ટ બોલ્ટના સ્થાને અમિત મિશ્રાનો સમાવેશ કર્યો છે. દિલ્હીની ટીમઃ પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયર અય્યર, કોલિન ઇનગ્રામ, રિષભ પંત, કીમો પોલ, અક્ષર પટેલ, રાહુલ તેવટિયા, અમિત મિશ્રા, કાગિસો રબાડા, ઈશાંત શર્મા ચેન્નઈની ટીમઃ રાયડૂ, વોટસન, રૈના, ધોની, જાધવ, જાડેજા, બ્રાવો, ચહર, શાર્દૂલ ઠાકુર, હરભજન સિંહ, ઈમરાન તાહિરInnings Break!
Clinical bowling from @ChennaiIPL restrict @DelhiCapitals to a total of 147/6 in 20 overs. In how many overs do you reckon will #CSK attain the target? #VIVOIPL #DCvCSK pic.twitter.com/YRSWzBudFf — IndianPremierLeague (@IPL) March 26, 2019
A look at the Playing XI for #DCvCSK#VIVOIPL pic.twitter.com/yhOXwaBwPX
— IndianPremierLeague (@IPL) March 26, 2019
The @DelhiCapitals win the toss and elect to bat first against @ChennaiIPL at the Kotla.#VIVOIPL #DCvCSK pic.twitter.com/P3qnUbgEbQ
— IndianPremierLeague (@IPL) March 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement