શોધખોળ કરો
IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાનો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત
મુંબઈને ચાલુ સીઝનમાં ફાઇનલમાં પહોંચાડવામાં હાર્દિકનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 393 રન બનાવ્યા છે, ઉપરાંત 14 વિકેટ પણ ઝડપી ચુક્યો છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને હાલ આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હાર્દિક પંડ્યાએ ટ્વિટ કરીને ફાઇનલ પહેલા હરિફ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને ચેતવણી આપી છે. હાર્દિકે ટ્વિટર પર તસવીર પોસ્ટ કરીને લખ્યું, “રોયલ લડાઇ માટે તૈયાર છું.” મુંબઈને ચાલુ સીઝનમાં ફાઇનલમાં પહોંચાડવામાં હાર્દિકનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 393 રન બનાવ્યા છે. જેમાંથી મોટાભાગના રન અંતિમ ઓવરોમાં ફટકાર્યા છે. ઉપરાંત 14 વિકેટ પણ ઝડપી ચુક્યો છે.
કોફ વિથ કરણમાં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદમાં ફસાયેલા હાર્દિક પંડ્યાએ મદાન પર જોરદાર વાપસી કરી છે. આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શનથી વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને રાહત પણ થઇ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં IPL2019ની ફાઇનલ રમાશે. બંને ટીમો આ પહેલા આઈપીએલના ઈતિહાસમાં ત્રણ વખત ફાઇનલમાં ટકરાઇ છે, જેમાં મુંબઈ બે વખત અને એક વખત ચેન્નાઈ વિજેતા બન્યું છે. બંને ટીમો ત્રણ-ત્રણ વખત આઈપીએલ ખિતાબ જીતી ચુકી છે. ત્રણ-ચાર દિવસ પહેલા હાર્દિક પંડ્યાએ ધોની સાથેની તસવીર શેર કરીને તેનો પ્રેરણામૂર્તિ ગણાવ્યો હતો.Ready for the battle royal ????⚔???? pic.twitter.com/Ly7zjQTANk
— hardik pandya (@hardikpandya7) May 10, 2019
IPL: ધોની અને CSKએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગતMy inspiration, my friend, my brother, my legend ❤???? @msdhoni pic.twitter.com/yBu0HEiPJw
— hardik pandya (@hardikpandya7) May 8, 2019
વધુ વાંચો





















