શોધખોળ કરો
Advertisement
કેટલી મીનિટમાં વેચાઈ ગઈ IPL ફાઈનલની ટીકિટો? ટાઈમ જાણીને આચંકો લાગશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનની ફાઈનલની ટીકિટો માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મીનિટમાં વેચાઈ ગઈ છે. આ બાબત ફેન્સમાં IPLની લોકપ્રિયતા તો દેખાડે જ છે આ સાથે જ તેની પારદર્શકતા અને મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનની ફાઈનલની ટીકિટો માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મીનિટમાં વેચાઈ ગઈ છે. આ બાબત ફેન્સમાં IPLની લોકપ્રિયતા તો દેખાડે જ છે આ સાથે જ તેની પારદર્શકતા અને મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જોકે બુધવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ટીકિટોનું વેચાણ ઓપન કર્યું હતું તે પણ કોઈ નોટિસ વગર. પરંતુ આંચકો લાગે તે વાત રહી કે, માત્ર બે મીનિટમાં વેચાઈ ગઈ હતી.
આ અંગે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ની સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ફાઈનલની તમામ ટીકિટો મીનિટોમાં કેવી રીતે વેચાઈ શકે?. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે અને BCCIને ફાઈનલ જોવાની ઈચ્છા ધરાવનારા પ્રશંશકોને જવાબ આપવો પડશે. રોચક વાત એ છે કે, જ્યાં સુધી ટીકિટટો વિશે જાણવા મળે ત્યાં સુધી તમામ ટીકિટો વેચાઈ ગઈ હતી.
ટૂર્નામેન્ટની ફાઈનલ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 12 મે એટલે કે રવિવારે રમાવાની છે. આ સ્ટેડિયમની ક્ષમતા 39,000 લોકો બેસવાની છે. મોટાભાગની મેચોની 25-30 હજાર ટીકિટો જ વેચાતી હોય છે પરંતુ આ વખતે આવું કેમ થયું તે કોઈને ખબર નથી.
સૂત્રોનું માનીએ તો, 1,000, 1,500, 2,000, 2,500, 5,000, 10,000, 12,500, 22,500 રૂપિયાવાળી ટીકિટો વેચાવાની હતી. પરંતુ EventsNowએ 1500, 2000, 2500 અને 5000 રૂપિયાવાળી જ ટીકિટો વેચી હતી. અન્ય ટીકિટોનું શું થયું? આ વિશે કંઈ જાણવા મળ્યું નથી. આ અંગે ચાહકો સવાલ ઉઠાવી રહ્યાં છે.
ACAના અધિકારીએ કહ્યું કે, EventsNow અને BCCIને આ મુદ્દે સ્પષ્ટ કરવું જોઈએ. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે, જ્યારે બીજી ક્વોલિફાયરની વિજેતા ટીમ ફાઈનલમાં રમનારી બીજી ટીમ હશે. બીજી ક્વોલિફાયર ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં 10 મેના રોજ રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement