શોધખોળ કરો
Advertisement
IPL 2019: KKRની સતત બીજી જીત, રસેલ રહ્યો જીતનો હીરો
કોલકાતાઃઆઈપીએલ 2019ની છઠ્ઠી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. જેમાં કેકેઆરની 28 રને જીત થઈ હતી. 219 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી પંજાબની ટીમ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 190 રન જ બનાવી શકી હતી. ડેવિડ મિલરે 40 બોલમાં અણનમ 59 અને મનદીપ સિંહે 15 બોલમાં અણનમ 33 ફટકાર્યા હોવા છતાં ટીમને જીતાડી શક્યા નહોતા. મયંક અગ્રવાલે પણ 34 બોલમાં 58 રન ફટકાર્યા હતા. બેટિંગ બાદ બોલિંગમાં પણ આંદ્રે રસેલે કમાલ બતાવતા 3 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 218 રન બનાવ્યા હતા. કેકેઆર તરફથી નીતીશ રાણાએ 34 બોલમાં 63 રન તથા આંદ્રે રસેલે 17 બોલમાં 48 રનની આક્રમક ઇનિંગ રમી હતી. રોબિન ઉથપ્પા 50 બોલમાં 67 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. શમી, ટાઇ, ચક્રવર્તી, વિલજોનને 1-1 વિકેટ મળી હતી.
પંજાબની ટીમમાં ચાર બદલાવ કરવામાં આવ્યા છે, જ્યારે કોલકાતાની ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.Innings break!
Batting exploits from Rana, Uthappa and Dre Russ help #KKR post a mammoth total of 218/4 on board. Will the @lionsdenkxip chase this target down?#VIVOIPL pic.twitter.com/HlFmUurflv — IndianPremierLeague (@IPL) March 27, 2019
KIXP: ક્રિસ ગેલ, લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, ડેવિડ મિલર, મનદીપ સિંહ, એન્ડ્રૂ ટાય, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, હાર્દુસ વિલઝોન, વરુણ ચક્રવર્તી KKR: ક્રિસ લિન, સુનીલ નરેન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, લ્યૂકી ફર્ગ્યુસન, પ્રસિદ્ધ કૃષ્ણાA look at the Playing XI for #KKRvKXIPhttps://t.co/CWrUFs8ri3 #VIVOIPL pic.twitter.com/Oz8tOpFFjF
— IndianPremierLeague (@IPL) March 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
દેશ
Advertisement