શોધખોળ કરો
Advertisement
IPL 2019: ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની મુંબઈ, ચેન્નાઈને આપી 6 વિકેટથી હાર
ચેન્નાઈએ મેચ જીતવા આપેલા 132 રનના લક્ષ્યાંકને મુંબઈ ઈન્ડિયન્સે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. મુંબઈ IPL 2019માં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે.
નવી દિલ્હીઃ લીગ રાઉન્ડમાં ટોચના સ્થાને રહેલી મુંબઇ ઇન્ડિયન્સ અને બીજા સ્થાનની ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે આજે ચેન્નાઇ ખાતે 'ક્વોલિફાયર-૧'માં મુકાબલો હતો. ચેન્નાઈએ મેચ જીતવા આપેલા 132 રનના લક્ષ્યાંકને મુંબઈ ઈન્ડિયન્સે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. જેની સાથે જ IPL 2019માં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે. મુંબઈ તરફથી સુર્યકુમાર યાદવે નોટ આઉટ 71 રન બનાવ્યા હતા.
મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSKએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 131 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 37 બોલમાં 42 અને ધોની 29 બોલમાં 37 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. મુંબઈ તરફથી દીપક ચહરે 2 તથા કૃણાલ પંડ્યા અને જયંત યાદવે 1-1 વિકેટ લીધી હતી..@mipaltan are your first finalists!#MI beat CSK by 6 wickets at the Chepauk. #MIvCSK pic.twitter.com/tCozVvZjuz
— IndianPremierLeague (@IPL) May 7, 2019
પરાજીત ટીમને શુક્રવારે 'ક્વોલિફાયર-૨'માં રમીને ફાઇનલમાં પ્રવેશવાની વધુ એક તક મળશે. બંને ટીમો આ પ્રમાણે છે.Innings Break!
A 66-run partnership between MS Dhoni and Rayudu propel #CSK to a total of 131/4. Will this be enough to defend?#Qualifier1 #MIvCSK pic.twitter.com/cD3OwchMup — IndianPremierLeague (@IPL) May 7, 2019
મુંબઇ ફરી બનશે વિજેતા કે ચેન્નાઇને બીજું સ્થાન ફળશે ? ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે બીજા સ્થાન સાથે લીગ રાઉન્ડની સમાપ્તિ કરી હતી. અગાઉની આઇપીએલ પર નજર કરવામાં આવે તો ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ૨૦૧૧, ૨૦૧૮માં આઇપીએલમાં બીજા સ્થાને આવી છે અને આ બંને વખત તે ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સ ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭ એમ એક-એક વર્ષ છોડીને આઇપીએલમાં ચેમ્પિયન બનતી આવી છે. આમ, હવે ૨૦૧૯ના વર્ષમાં પણ મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બનવાનો યોગનુયોગ સર્જી શકે છે કે કેમ તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.A look at the Playing XI for #Qualifier1 #MIvCSK pic.twitter.com/L4M3vMgtqF
— IndianPremierLeague (@IPL) May 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion