શોધખોળ કરો
Advertisement
IPL 2020: શિખર ધવને રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, કોહલી-રોહિત પણ નથી કરી શક્યા આ કારનામું
દિલ્હી તરફથી શિખર ધવન 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 106 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 35મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા.
દિલ્હી તરફથી શિખર ધવન 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 106 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પૃથ્વી શૉએ 7 રન, શ્રેયસ ઐયર અને રિષભ પંતે 14-14 તથા સ્ટોયનિસે 9 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મેક્સવેલ, અશ્વિન અને નીશમે 1-1 વિકેટ લીધી હતી. શમીને 2 સફળતા મળી હતી.
મેચમાં સદી ફટકારવાની સાથે જ શિખર ધવને ઈતિહાસ રચ્યો હતો. આઈપીએલમાં સતત બે મેચમાં સદી ફટકારનારો તે પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આઈપીએલ સીઝનમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. 2016માં કોહલીએ 4 સદી ફટકારી હતી, તેનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી, પરંતુ તે સતત બે મેચમાં સદી મારી શક્યો નથી.
2011માં ક્રિસ ગેઇલે 2, 2017માં હાશિમ આમલાએ 2, 2018માં શેન વોટસને 2 સદી ફટકારી હતી. ચાલુ સીઝનમાં ધવને 2 સદી મારીને પોતાના શાનદાર ફોર્મનો પરિચય આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion