શોધખોળ કરો
Advertisement
IPL 2020: RCB સામેની મેચ પહેલા જ દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો, સમગ્ર સીઝનમાંથી બહાર થયો આ અનુભવી બોલર
ટીમના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. જેના કારણે તે ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
IPL 2020: ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ ધીમે ધીમે રંગ પકડતી જાય છે પરંતુ આ પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. જેના કારણે તે ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
અમિત મિશ્રાને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ઈજા થઈ હતી. તે મેચમાં મિશ્રા નીતિશ રાણાનો કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આંગળીમાં ઈજા થઈ હોવા છતાં તેણે મેચમાં બોલિંગ કરી હતી અને શુભમન ગિલની વિકેટ લીધી હતી. જોકે તે પોતાનો ચાર ઓવરનો સ્પેલ પૂરો કરી શક્યો નહોતો.
મિશ્રાની ઈજા પર દિલ્હી કેપિટલ્સે સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે, 37 વર્ષીય લેગ સ્પિનર અમિત મિશ્રા આંગળીની ઈજાના કારણે સમગ્ર સીઝનમાંથી બહાર થઈ ગયો છે. અમે તેના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. મિશ્રાએ આઈપીએલ 2020માં ત્રણ મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે.
37 વર્ષીય લેગ સ્પિનર અમિત મિશ્રા આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર છે. આ લીગમાં તેણે 160 વિકેટ ઝડપી છે. લિસ્ટમાં પ્રથમ નંબરે લસિથ મલિંગા છે. તેણે 170 વિકેટ લીધી છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion