શોધખોળ કરો
Advertisement
IPL 2020 રદ્દ થવાથી BCCIને 1000 કરોડનું થશે નુકસાન ? કેવી રીતે કરશે ભરપાઈ, જાણો વિગતે
આઈપીએલની શરૂઆત 29 માર્ચે થવાની હતી પરંતુ રદ્દ કરીને નવી તીખ 15 એપ્રિલ કરી દેવામાં આવી છે પરંતુ 21 દિવસના લોકડાઉન બાદ ટુર્નામેન્ટ રદ્દ થઈ શકે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વિશ્વમાં તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ રદ્દ થઈ ચુકી છે. આ સ્થિતાં ટી20 ક્રિકેટની સૌથી મોટી લીગ આઈપીએલ પણ લગભગ રદ્દ થવાની અણી પર છે. આઈપીએલની શરૂઆત 29 માર્ચે થવાની હતી પરંતુ રદ્દ કરીને નવી તીખ 15 એપ્રિલ કરી દેવામાં આવી છે પરંતુ 21 દિવસના લોકડાઉન બાદ ટુર્નામેન્ટ રદ્દ થઈ શકે છે.
જો આઈપીએલ રદ્દ થશે તો બીસીસીઆઈને એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જેની ભરપાઈ કરવા બીસીસીઆઈ એક નવી ટુર્નામેન્ટ લાવી શકે છે. બીસીસીઆઈ ટી20 વર્લ્ડકપની તૈયારી માટે એક નવી ટુર્નામેનટ શરૂ કરી શકે છે.
આ ટુર્નામેન્ટમાં 4 ટીમ હોઈ શકે છે. જેના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોની હોઈ શકે છે. ચોથી ટીમનો કેપ્ટન કોણ હશે તેને લઈ અનેક અટકળો છે. જેમાં રહાણે, શ્રેયસ આયર સહિત વિદેશી ખેલાડીના નામ છે. બીસીસીઆઈ કોરોનાથી થયેલા નુકસાનની ભરપાઈ માટે નવા રસ્તા શોધી રહી છે.
આ ઉપરાંત બીસીસીઆઈ નિવૃત્ત થઈ ચુકેલા 11 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની એક ટી બનાવીને તેમને ચાર વિવિધ ટીમમાં વહેંચી શકે છે. કારણકે આજે પણ ભારતમાં સચિનલ, સેહવાગ, લાગા, ગિલક્રિસ્ટ જેવા રિટાયર્ડ ખેલાડીને જોવા લોકો આતુર છે. આ રીતે બીસીસીઆઈ ઘણા અંશે તેમને થનારા નુકસાનની ભરપાઈ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement