શોધખોળ કરો

ગુજરાતમાં 23 નવેમ્બરથી ખૂલશે સ્કૂલો પણ ચાર કઈ મોટી શરતોનું સ્કૂલોએ કરવું પડશે પાલન ?

સ્કૂલો ખોલ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માત્ર 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો ચાલશે.

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો ખોલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. આ માટે વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે તે પોતાના બાળકને સ્કૂલો મોકલવા માગે છે કે ઓનલાઈન જ ભણાવવા માગે છે. જોકે સ્કૂલો ખોલ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માત્ર 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો ચાલશે. એટલે કે વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવવામાં આવશે. હાલમાં જ રાજ્ય શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા બાબતે એક બેઠક મળી હતી. ધોરણ 6થી 12ના ક્લાસ શરૂ થવાની શક્યતા શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 6થી લઈને 12 સુધીની સ્કૂલો શરૂ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. જોકે ધોરણ.૧થી ૫ના વર્ગો જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ન જાય ત્યાં સુધી શરૂ કરવામાં નહી આવે. 80 ટકાની હાજર નહીં રહેવું પડે શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે બાળકની સ્કૂલમાં 80 ટકા હાજરી હોવી ફરજિયાત છે. પરંતુ ચાલુ વર્ષે આ નિયમને અનુસરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને પણ વારા-ફરથી સ્કૂલમા બોલાવવાના હોવાથી ૮૦ ટકા હાજરી શક્ય નથી. સ્કૂલો શરૂ થવા અંગે સંચાલકો દ્વારા એવો મત રજૂ કરવામાં આવી રહ્યો છે કે, સ્કૂલો શરૂ થાય છે તે આવકારદાયક છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી સંક્રમીત થાય તો તેનો દોષનો ટોપલો સ્કૂલો પર ઢોળવો જોઈએ નહી. સ્કૂલો શરૂ કરવાની સાથે સાથે આ નિયમો અને શરતોનું ચુસ્ત પાલન કરવું પડશે - સ્કૂલમાં સ્વચ્છતા અને સેનિટેશનની વ્યવસ્થા ફરજિયાત - બાળકની બેઠક વ્યવ્થા વચ્ચે ૬ ફુટનું અંતર જાળવવુ - સ્કૂલના એન્ટ્રી અને એક્ઝિટ વખતે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું - સંચાલકોએ જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયે બોલાવવાના રહેશે - હાજરી માટે દરેક વર્ગનું જુદુ સાપ્તાહિક કેલેન્ડર - વિદ્યાર્થીને સ્કૂલમાં ફરજિયાત હાજર રહેવાનો આગ્રહ કરી શકાશે નહી - મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોય તેવી શાળાઓએ ઓછા સમયની બે શિફ્ટ કરવાની રહેશે - સ્કૂલોએ શિક્ષણનો સમય પણ ૫હેલા કરતા ઘટાડવાનો રહેશે - સ્કૂલમાં કોઈ સમારંભ, મેળાવડા કે બેઠકો કરવી નહી - વાલીઓ સાથેની બેઠક પણ ઓનલાઈન જ કરવાની રહેશે - સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કે કર્મીને કોરોના પોઝિટિવ આવે તો ગાઈડલાઈનના તમામ નિયમો અને પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. અમદાવાદઃ ધનિક પરિવારની મહિલા કોની સાથે શરીર સુખ માણી રહી હતી ને પુત્રવધૂ જોઈ ગઈ ? પતિને કહેતાં મળ્યો શું નફફટ જવાબ ? કોરોના વાયરસઃ WHOનું મોટું નિવેદન, કહ્યું- કેટલાક દેશો મહામારીના ડેન્જર ટ્રેક પર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ તારીખ છે છેલ્લી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામડામાં ઓવરલોડ ટ્રક, શહેરમાં ડમ્પરોનો આતંક!
PM Modi : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ, 5 શહેરોમાં સિંગલ ડિઝિટમાં તાપમાન, જુઓ અહેવાલ
PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget