શોધખોળ કરો
Advertisement
IPL 2020 KXIP vs RCB: લોકેશ રાહુલની વિસ્ફોટક સદી, બેંગ્લોરને જીતવા 207 રનનો ટાર્ગેટ
મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
IPL 2020 KXIP vs RCB: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે છઠ્ઠો મુકાબલો કેએલ રાહુલના નેતૃત્વ હેઠળની કિંગ્સ ઈલેવન પંજાબ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 206 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 132 રને નોટ આઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી શિવમ દુબેએ 33 રનમાં 2 વિકેટ લીધી હતી.
કેએલ રાહુલની શાનદાર સદી
પંજાબના ઓપનર મયંક અગ્રવાલ (26 રન) અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ કરી હતી. લોકેશ રાહુલે બોલમાં 69 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 132 રન બનાવ્યા હતા. શિવમ દુબે 8 બોલમાં 15 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
RCB ની પ્લેઇંગ ઇલેવન
એરોન ફિંચ, દેવદત્ત પડ્ડિકલ, વિરાટ કોહલી, એબી ડિલિવિયર્સ, જોશ ફિલિપ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, યુઝવેંદ્ર ચહલ
KXIP ની પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, કરૂણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, જેમ્સ નિશામ, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન, શેલ્ડન કોટરેલ, રવિ બિશ્નોઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement