શોધખોળ કરો
IPL 2020: ધોની કરશે જોરદાર વાપસી ! પ્રેક્ટિસ દરમિયાન ફટકારી સળંગ 5 સિક્સ
ધોનીના નેતૃત્વમાં CSKએ ત્રણ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ગત વર્ષે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની જલ્દી જ મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે. ધોનીની વાપસીની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ધોની આઈપીએલ 2020ને લઈને નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ધોની આઈપીએલ માટે પરસેવો પાડી રહ્યો છે. શુક્રવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. તે દરમિયના તેણે એક પછી એક સળંગ પાંચ સિક્સ ફટકારી હતી. ધોનીનો આ વીડિયો સ્ટાર સ્પોર્ટસ તમિલે ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તે નેટ પર બેક ટૂ બેક પાંચ સિક્સ ફટકારતો જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ સીઝન 13 માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચે મુંબઈમાં મુકાબલો થશે. આ મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે.
ગત વર્ષ આઈસીસી વર્લ્ડ કપ બાદ 38 વર્ષીય ધોનીએ ટીમમાં વાપસી કરી નથી અને લાંબો બ્રેક લીધો હતો. એવામાં એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે જલ્દી જ નિવૃતિ જાહેર કરી દેશે. જો કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે આઈપીએલ માટે તૈયાર છે.BALL 1⃣ - SIX BALL 2⃣ - SIX BALL 3⃣ - SIX BALL 4⃣ - SIX BALL 5⃣ - SIX ஐந்து பந்துகளில் ஐந்து சிக்ஸர்களை பறக்கவிட்ட தல தோனி! முழு காணொளி காணுங்கள் 📹👇 #⃣ "The Super Kings Show" ⏲️ 6 PM 📺 ஸ்டார் ஸ்போர்ட்ஸ் 1 தமிழ் 📅 மார்ச் 8 ➡️ @ChennaiIPL pic.twitter.com/rIcyoGBfhE
— Star Sports Tamil (@StarSportsTamil) March 6, 2020
ધોનીના નેતૃત્વમાં CSKએ ત્રણ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ગત વર્ષે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ધોનીએ આઈપીએલમાં 160 મેચોમાં 44.34 ની એવરેજ થી 3858 રન બનાવ્યા છે.Lions on the prowl! #WhistlePodu #SuperGrind 🦁💛 pic.twitter.com/Fs32gu1LSt
— Chennai Super Kings (@ChennaiIPL) March 6, 2020
વધુ વાંચો





















