શોધખોળ કરો
IPL-2020: મુંબઈ ઇન્ડિયન્સે આ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કાઢી મૂક્યો, જાણો કેમ
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ઓક્શન પહેલાં યુવરાજ સિંહ સહિત સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે.
નવી દિલ્હીઃ આઈપીએલ-2020 પહેલા તમામ આઠેય ફ્રેન્ચાઈઝીએ પોતાની રિટે અને રિલીઝ પ્લેયર્સની યાદી જાહેર કરી દીધી છે. આ ફ્રેન્ચાઈઝીએ અનેક પ્લેયર્લર્સને રિલીઝ કર્યા છે, પરંતુ તેમાં સૌથી ચોંકાવનારું નામ યુવરાજ સિંહનું છે. યુવરાજને વિતેલા વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે બેસ પ્રાઈસ (એક કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો. જોકે તેને માત્ર ચાર મેચમાં જ રમવાની તક મળી હતી, જેમાં તેણે કુલ 98 રન બનાવ્યા હતા, તેનો બેસ્ટ સ્કોર 53 રન હતો.
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ઓક્શન પહેલાં યુવરાજ સિંહ સહિત સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. યુવરાજ ઉપરાંત એવિન લૂઈસ, એડમ મિલ્ને, જેસન બેહરનફોર્ડ, બરિંદ સરાન, બેન કટિંગ અને પંકજ જયસવાલનું નામ સામેલ છે. યુવરાજે બાદમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ નિવૃત્તીની જાહેરાત કરી હતી.
હવે આ સાત ખેલાડીઓને બહાર કરી દેતાં મુંબઈ પાસે 13.05 કરોડ રૂપિયાનું કોર્પસ છે. તેની પાસે હવે કુલ સાત ખેલાડીઓની જગ્યા બચી છે. સાથે જ બે વિદેશી ક્રિકેટર્સને પણ લેવાની જગ્યા બચી છે. આ રકમથી મુંબઈ આગામી મહિને થનાર ઓક્શનમાં બે નવા ચેહરા ઉપર દાવ લગાવી શકે છે. 15 નવેમ્બર ઓક્શન પહેલાં ખેલાડીઓને બહાર કરવાની અંતિમ ડેડલાઈન હતી. તેવામાં આઈપીએલની લગભગ તમામ ટીમોએ અનેક ખેલાડીઓને બહાર કરી દીધા છે. ચેન્નાઈ સુપરકિંગ્સે પણ 5 ક્રિકેટરોને ટીમમાંથી બહાર કરી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement