શોધખોળ કરો
Advertisement
IPL 2020: કોહલી-રૈના બાદ રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, IPLમાં 5 હજાર રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઈન્ડિય પ્રીમિયર લીગમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઈન્ડિય પ્રીમિયર લીગમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત આઈપીએલમાં પાંચ હજાર રન બનાવનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ આજના મુકાબલામાં 5 હજાર રનનો આંક પાર કર્યો છે.
રોહિત શર્માએ પંજાબ સામેના આજે પોતાના 193માં મુકાબલામાં 5 હજાર રનનો આંક પાર કર્યો છે. તેણે 187મી ઈનિંગમાં આ કારનામું કર્યું છે. આજના મુકાબલા પહેલા રોહિતે એક શતક અને 37 અર્ધશતક પણ બનાવ્યા છે. આ દરમિયાન તેણે 436 ફોર અને 201 સિક્સર ફટકારી છે. આજના મુકાબલામાં 10 રન બનાવતા જ રોહિતે કિંગસ ઈલેવન સામે પોતાના 600 રન પણ પૂરા કર્યા છે.
રોહિત પહેલા બેંગલુરૂના કેપ્ટન કોહલી અને ચેન્નઈ સુપરકિંગ્સના સુરેશ રૈના આઈપીએલમાં પાંચ હજાર રન બનાવી ચૂક્યા છે. 180 ઈનિંગમાં 5430 રન સાથે કોહલી રનના મામલે આઈપીએલમાં સૌથી આગળ છે. આ દરમિયાન તેણે 5 સદી અને 36 અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલી બાદ રૈનાનો નંબર આવે છે, તેણે 193 મેચમાં 5368 રન બનાવ્યા છે. રૈનાએ એક સદી અને 38 અડધી સદી ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion