શોધખોળ કરો
Advertisement
IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ કોહલી બનાવી શકે છે આ ત્રણ અનોખા રેકોર્ડ
બેંગ્લોરે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા 7 માંથી 5 મેચમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે.
RCB vs KXIP IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રોયલ ચેલેજર્સ બેંગ્લોરનો મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે છે. આ સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનું પ્રદર્શન ખૂબજ ખરાબ રહ્યું છે અને તેને 7 મેચોમાં માત્ર એક જ જીત મળી છે, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોરે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા 7 માંથી 5 મેચમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. આજની મેચમમાં વિરાટ કહોલી ત્રણ અનોખા રેકોર્ડ્સ પોતાના નામે કરી શકે છે.
કોહલી બનાવી શકે છે આ ત્રણ અનોખા રેકોર્ડ્સ
બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પંજાબ વિરુદ્ધ ત્રણ સિક્સ નોંધાવશે તો તે આઈપીએલમાં 200 સિક્સ પૂરા કરી લેશે. આ સિવાય 6 ફોર મારશે તો આઈપીએલમાં 500 ફોર નોંધાવાર બેટ્સમેન બની જશે. ઉલ્લેનીય છે કે, આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ યુનિવર્સલ બોસ ક્રિસ ગેલના નામે છે. ગેલ અત્યાર સુધી કુલ 326 સિક્સ નોંધાવી ચૂક્યો છે. સૌથી ફોરનો રેકોર્ડ શિખર ધવનના નામે છે. તેણે 549 ફોર મારી છે.
એબી ડિવિલિયર્સ પણ બનાવી શકે છે આ રેકોર્ડ
ગત મેચમાં 33 બોલમાં 73 રનની તોફાની ઈનિંગ રમનાર એબી ડિવિલિયર્સ પણ એક ખાસ રેકોર્ડ બનાવવાની નજીક છે. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ એબી ડિવિલિયર્સ જો 48 રન બનાવે છો તો આ બેંગ્લોર તરફથી રમીને 4000 રન પૂરા કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion