શોધખોળ કરો
સેહવાગે પંજાબના ક્યા સ્ટાર ક્રિકેટર માટે કહ્યુઃ એ 10 કરોડ નહીં 1 કરોડને લાયક છે, ફ્રેન્ચાઈઝી કેમ તેની પાછળ ભાગે છે એ સમજાતું નથી
સેહવાગે સવાલ કર્યો કે, મેક્સવેલને જોરદાર દેખાવ કરવા કેવું પ્લેટફોર્મ જોઈએ એ જ ખબર પડતી નથી. તેને પ્રેશરમાં મોકલો તો પણ એ રમતો નથી ને વહેલો મોકલો તો પણ રમતો નથી.

(તસવીર સૌજન્યઃ Kings XI Punjab ટ્વિટર)
દુબઈઃ ભારતના ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ કિંગ્સ ઈલેવન પંજાબની ઉપરાછાપરી હારથી અકળાયો છે. સેહવાગ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર સૌથી વધારે ભડક્યો છે. સેહવાગે કહ્યું કે, મને એ જ ખબર નથી પડતી કે મેક્સવેલમાં એવું શું છે કે આઈપીએલ ફ્રેન્ચાઈઝી હરાજી વખતે તેની પાછળ દોડે છે અને તેને ઉંચો ભાવ આપીને ખરીદે છે. બાકી એ એક પણ સીઝનમાં રમતો જ નથી. આજે કોલકાતા સામે રમાયેલી મેચમાં પણ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. સેહવાગે સવાલ કર્યો કે, મેક્સવેલને જોરદાર દેખાવ કરવા કેવું પ્લેટફોર્મ જોઈએ એ જ ખબર પડતી નથી. તેને પ્રેશરમાં મોકલો તો પણ એ રમતો નથી ને વહેલો મોકલો તો પણ રમતો નથી. મને તેના મગજમાં શું ચાલે છે એ જ ખબર પડતી નથી કેમ કે દર વર્ષે આ જ વાતો દોહરાવાય છે છતાં ફ્રેન્ચાઈઝી તેની પાછળ દોડે છે. મને લાગે છે કે, આવતા વર્ષે તેની કિંમત 10 કરોડથી ઘટીને 1 કરોડ થઈ જવી જોઈએ કે જેને માટે એ લાયક છે. યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં કિંગસ ઈલેવન પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ છ મેચો હારતાં તેની હાલત ખરાબ છે.
(તસવીર સૌજન્યઃ Kings XI Punjab ટ્વિટર) પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો મેક્સવેલ સાવ માથે પડ્યો છે એ જોતાં સેહવાગની વાત સાચી લાગે છે. મેક્સવેલ પંજાબે રમેલી તમામ મેચોમાં રમ્યો છે ને 7 મેચોમાં તેણે માત્ર 58 રન બનાવ્યા છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીતા મેક્સવેલનો હાઈએસ્ટ સ્કોર માત્ર 13 રન છે.
(તસવીર સૌજન્યઃ Kings XI Punjab ટ્વિટર) પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો મેક્સવેલ સાવ માથે પડ્યો છે એ જોતાં સેહવાગની વાત સાચી લાગે છે. મેક્સવેલ પંજાબે રમેલી તમામ મેચોમાં રમ્યો છે ને 7 મેચોમાં તેણે માત્ર 58 રન બનાવ્યા છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીતા મેક્સવેલનો હાઈએસ્ટ સ્કોર માત્ર 13 રન છે. વધુ વાંચો




















