શોધખોળ કરો
IPLમાં 100 કરોડની કમાણી કરનાર પહેલો વિદેશી ખેલાડી બન્યો આ ક્રિકેટર, ધોની-કોહલીના ક્લબમાં થયો સામેલ
આરસીબીએ આ વર્ષે તેને રિટેન કર્યો છે. ડિવિલિયર્સને હાલમાં એક સીઝન માટે 11 કરોડની રકમ મળે છે. અત્યાર સુધી તેણે આ મોંઘી ક્રિકેટ લીગમાંથી 102.5 કરોડની કમાણી કરી લીધી છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડીવિલિયર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માંથી 100 કરોડની કમાણી કરનાર પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. તેની સાથે જ તે એમએસ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા જેવા દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.
ડિવિલિયર્સ એક માત્ર વિદેશી ખેલાડી છે જેણે આઈપીએલમાં આ ઉપલબ્ધી મેળવી છે. આરસીબીએ આ વર્ષે તેને રિટેન કર્યો છે. ડિવિલિયર્સને હાલમાં એક સીઝન માટે 11 કરોડની રકમ મળે છે. અત્યાર સુધી તેણે આ મોંઘી ક્રિકેટ લીગમાંથી 102.5 કરોડની કમાણી કરી લીધી છે.
ડિવિલિયર્સને વર્તમાન સમયમાં ટી-20 ક્રિકેટનો સૌથી શાનદાર ક્રિકેટર માનવામાં આવે છે. આઈપીએલ 2020માં તેણે 454 રન બનાવ્યા હતા. તે દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 158.74 હતી.
ડીવિલિયર્સ પોતાના આઈપીએલ કેરિયરમાં અત્યાર સુધી કુલ 169 મેચ રમી ચુક્યો છે. જેમાં 40.40ની એવરેજથી 4849 રન બનાવ્યા છે. તેમાં ત્રણ સદી અને 38 અડધીસદી સામેલ છે. આઈપીએલમાં તેનો સર્વાધિક સ્કોર 133* છે, જે તેણે 2015માં બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement