શોધખોળ કરો
IPL 2021માં ઉમેરાઈ શકે છે ગુજરાતની ટીમ, BCCI કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો વિગત
આઈપીએલ 2021માં 8 ના બદલે 9 ટીમો રમાડવા પર વિચારણા થઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે.
![IPL 2021માં ઉમેરાઈ શકે છે ગુજરાતની ટીમ, BCCI કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો વિગત IPL 2021: BCCI planning to add one more team for next season IPL 2021માં ઉમેરાઈ શકે છે ગુજરાતની ટીમ, BCCI કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/11222549/ipl-trophy.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કોરોના મહામારી વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન સુરક્ષિત આયોજિત કરવામાં સફળ રહ્યું. આઈપીએલ 2020 સમાપ્ત થયા બાદ હવે બીસીસીઆઈની નજર આઈપીએલની 14મી સીઝને સફળ બનાવવા પર છે. આ દરમિયાન આઈપીએલ 2021માં 8 ના બદલે 9 ટીમો રમાડવા પર વિચારણા થઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે.
અંગ્રેજી વર્તમાનપત્ર ધ હિન્દુમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલ 2021માં એક નવી ટીમ ઉમેરવા વિચારણા કરી રહી છે અને તે ટીમ ગુજરાતની હોઈ શકે છે. જો બીસીસીઆઈ આમ કરશે તો આઈપીએલની મેગા ઓક્શનમાં તમામ ટીમના ખેલાડીઓમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.
સામાન્ય રીતે આઈપીએલ ઓક્શન ડિસેમ્બર મહિનામાં થાય છે, પરંતુ આ વખતે કોવિડના કારણે આઈપીએલના આયોજનમાં વિલંબ થયો હતો, તેથી આગામી હરાજી જાન્યુઆરી 2021માં આયોજિત થઈ શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, આઈપીએલ 2021નું આયોજન ભારતમાં કરાવવાની પૂરી કોશિશ કરશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જો ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં નહીં હોય તો યુએઈમાં બેકઅપ ઓપ્શન હશે.
આઈપીએલમાં 2016 અને 2017માં ગુજરાતની એક ટીમ પહેલા હિસ્સો લઈ ચુકી છે. આ ટીમનું નામ ગુજરાત લાયન્સ હતું અને સુરેશ રૈના તેનો કેપ્ટન હતો. 2016માં પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહ્યા બાદ ક્વોલીફાયર 2 સુધી પહોંચી હતી અને 2017માં 7માં ક્રમે રહી હતી.
એઇમ્સના ડાયરેક્ટરે ભારતમાં કોરોનાની રસીને લઈ કહી આ મોટી વાત, જાણો વિગત
સુરતઃ મહિલા ઉચ્ચાધિકારીએ ફોટામાં લીધા અંગત અશ્લીલ ફોટા, ડ્રાઈવરના હાથમાં ફોન આવતાં તેણે ફોટા મોકલી શું માગણી કરી ?
બહેરીનના પ્રધાનમંત્રીનું 84 વર્ષની વયે નિધન, સૌથી લાંબા સમય સુધી સંભાળી PMની ખુરશી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)