શોધખોળ કરો
Advertisement
એઇમ્સના ડાયરેક્ટરે કોરોનાની રસીને લઈ કહી આ મોટી વાત, જાણો વિગત
રણદીપ ગુલેરિયાએ કોરોના વેક્સીનને લઈ પણ મોટી જાણકારી આપી હતી. તેમણે કહ્યું, Pfizer વેક્સીનને માઇસ 70 ડિગ્રી સેલ્સિયસ (-70 C) પર રાખવામાં આવશે. જે ભારત જેવા વિકાસશીલ દેશો માટે પડકાર છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈ એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, દિલ્હીમાં કોવિડ-19ના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેનું કારણ લોકોની ભીડ છે અને લોકો સાવધાની નથી રાખી રહ્યા. દિલ્હીમાં કોરોના પર કાબુ મેળવવા આક્રમક રીતે કામ કરવાની જરૂર છે.
રણદીપ ગુલેરિયાએ કોરોના વેક્સીનને લઈ પણ મોટી જાણકારી આપી હતી. તેમણે કહ્યું, Pfizer વેક્સીનને માઇસ 70 ડિગ્રી સેલ્સિયસ (-70 C) પર રાખવામાં આવશે. જે ભારત જેવા વિકાસશીલ દેશો માટે પડકાર છે. આવા દેશોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોલ્ડ ચેઇન બનાવી રાખવામાં મુશ્કેલીઓ ઉભી થશે. વેક્સીનના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ઉત્સાહજનક પરિણામ મળ્યા છે.
દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી નીચે પહોંચી ગઈ છે. હાલ દેશમાં એક્ટિવ દર્દી સંખ્યા 4,94,657 છે. ઉપરાંત સંક્રમણની ગતિ પણ ધીમી પડી છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોના દર્દીનો રિકવરી રેટ પણ 92.79 ટકા થઈ ગયો છે. જોકે દિલ્હીની સ્થિતિ હાલ વધુ ખરાબ થઈ રહી છે. આ સ્થિતિમાં સરકારની કોશિશ કોઈપણ રીતે કોરોનાના મામલા નિયંત્રણમાં લેવા પર છે.
સુરતઃ મહિલા ઉચ્ચાધિકારીએ ફોટામાં લીધા અંગત અશ્લીલ ફોટા, ડ્રાઈવરના હાથમાં ફોન આવતાં તેણે ફોટા મોકલી શું માગણી કરી ?
બહેરીનના પ્રધાનમંત્રીનું 84 વર્ષની વયે નિધન, સૌથી લાંબા સમય સુધી સંભાળી PMની ખુરશી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement