શોધખોળ કરો
Advertisement
બહેરીનના પ્રધાનમંત્રીનું 84 વર્ષની વયે નિધન, સૌથી લાંબા સમય સુધી સંભાળી PMની ખુરશી
શેખ ખલીફાનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો. તેઓ બેહરીનના શાહી પરિવારમાંથી આવતા હતા.
બેહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાનું બુધવારે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. રોયલ કોર્ટ ઓફ બેહરીને પ્રધાનમંત્રીના નિધનની જાહેરાત કરી છે. બહરીનની સ્ટેટ ન્યૂઝ એજન્સી મુજબ, અમેરિકાના માયો ક્લિનિકલ હોસ્પિટલમાં બુધવારે સવારે શેખ ખલીફામાં નિધન થયું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શેખ ખલીફાની ડેડ બોડી પરત લાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે. આ દરમિયાન મર્યાદીત સંખ્યામાં લોકો હાજર રહેશે. કેટલાક નજીકના જ સંબંધી અંતિમ ક્રિયામાં હિસ્સો લેશે.
શેખ ખલીફાનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો. તેઓ બેહરીનના શાહી પરિવારથી હતા. તેમણે 1970 બાદ બહેરીનના પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું.
15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીનને સ્વતંત્રતાના એક વર્ષ પહેલા શેખ ખલીફાએ પદભાર ગ્રહણ કર્યો હતો. તેઓ વિશ્વમાં કોઈ પણ દેશની તુલનામાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion