શોધખોળ કરો

IPL પર ખતરો, આ છ શહેરોમાં ખાલી સ્ટેડિયમમાં રમાશે આઇપીએલની મેચો, જાણો વિગતે

કોરોનાનો પ્રકોપ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ પર પણ પડવા લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ, રૉયલ ચેલેન્જર્સનો દેવદત્ત પડિકલ કોરોના પૉઝિટીવ થયા છે, આ સાથે જ આઇપીએલના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોનાથી સંક્રમિત થતા આઇપીએલ પર ખતરો ઉભો થયો છે. 

નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં સતત અને ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આઇપીએલ પર ખતરો તોળાયો છે. બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના જણાવ્યા પ્રમાણે આઇપીએલ છ શહેરોમાં ખાલી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ આઇપીએલમાં દર્શકોની હાજરી રાખવાની પણ વાત સામે આવી હતી. 

દેશમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર આવી છે, જેના કારણે કેસોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યુ કે, સામાન્ય રીતે આઇપીએલની 56 મેચો દેશમાં મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, બેગ્લુંરુ, અમદાવાદ અને દિલ્હીમાં રમાવવાની હતી, અને દર્શકોની સંખ્યાને લઇને પણ ખુલાસો થયો હતો, પરંતુ હવે કોરોનાનુ સંક્રમણના કારણે ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે. તાજેતરમાં જ અમદાવાદમાં થયેલી બીસીસીઆઇની બેઠકમાં આ વાત પર ચર્ચા કરવામા આવી અને ખાલી સ્ટેડિયમમાં મેચો રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

કોરોનાનો પ્રકોપ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ પર પણ પડવા લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ, રૉયલ ચેલેન્જર્સનો દેવદત્ત પડિકલ કોરોના પૉઝિટીવ થયા છે, આ સાથે જ આઇપીએલના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોનાથી સંક્રમિત થતા આઇપીએલ પર ખતરો ઉભો થયો છે. 

આઇપીએલ 2021ની સિઝનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે.

લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.

આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે

કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે.

દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Embed widget