ઉલ્લેખનીય છે કે, અગ્નિવેશ કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલનો ખેલાડી બન્યા બાદ તબક્કાવાર તેને પોતાની કારર્કિદી આગળ ઘડી હતી અને મહેનત થકી રણજીત ટ્રોફી સૌરાષ્ટ્રમાં પસંદગી થયો હતો.
2/4
જાણકાર વર્તુળોના દાવા મુજબ કચ્છ જિલ્લામાં પ્રથમ વખત એવો બનાવ છે કે, એક ખેલાડી આઈપીએલ સુધી પહોંચ્યો હોય.
3/4
કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખર અયાચીના પુત્ર અગ્નિવેશને પંજાબ ઈલેવનની ટીમમાં આઈપીએલ ટુર્નામેન્ટ માટે લેવામાં આવ્યો છે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
4/4
ભુજ: ક્રિકેટમાં આઈપીએલનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા કેટલાંય સમયથી આ ટુર્નામેન્ટમાં જુદા-જુદા ખેલાડીઓને લાખો રૂપિયામાં જે તે ટીમ દ્વારા ખરીદવામાં આવતા હોય છે. કચ્છના ઈતિહાસમાં પહેલીવાર આઈપીએલ ટુર્નામેન્ટમાં પંજાબ ઈલેવને કચ્છના ખેલાડીને 20 લાખમાં ખરીદ્યાના સમાચાર મળતાં જ ક્રિકેટના વર્તુળોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.