શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘માંકડ સ્ટાઇલમાં કોઈને આઉટ નથી કરવાનો, IPL કેપ્ટનોની મીટિંગમાં થયો હતો નિર્ણય’, જાણો કોણે કર્યો દાવો
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ગઇકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબના કેપ્ટન અશ્વિને રાજસ્થાનના બેટ્સમેન જોસ બટલરને માંકડ સ્ટાઇલમાં આઉટ કર્યો હતો. જે બાદ આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ દાવો કર્યો કે, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સહિત આઈપીએલ કેપ્ટનોની એક બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, લીગમાં કોઇપણ બેટ્સમેનને માંકડિંગથી આઉટ નહીં કરવામાં આવે,
શુક્લાએ કહ્યું કે, કેપ્ટનો અને મેચ રેફરીઓની બેઠકમાં આ બાબત નક્કી કરવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તે કેપ્ટનો અને મેચ રેફરીની બેઠક હતી અને ચેરમેન તરીકે હું હાજર હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે, જો બીજા છેડા પર ઉભેલો બેટ્સમેન તેની ક્રિઝ છોડી દે તો પણ બોલર શિષ્ટાચારના કારણોથી તેને રન આઉટ નહીં કરે.If I remember in one of the meetings of captains & match referee where I was also present as chairman it had been decided that if non striking batsman steps out bowler as a courtesy will not run him out @IPL @BCCI
— Rajeev Shukla (@ShuklaRajiv) March 25, 2019
કદાચ આ બેઠક કોલકાતામાં આઈપીએલની કોઈ એક સિઝન પહેલા થઈ હતી. જેમાં ધોની અને વિરાટ બંને હાજર હતા.Most probably this meeting was in Kolkata on the eve of one of the editions of ipl where Dhoni & Virat both were present @BCCI @IPL
— Rajeev Shukla (@ShuklaRajiv) March 25, 2019
રાજસ્થાન રોયલ્સનો કયો ખેલાડી માંકડ સ્ટાઇલમાં રન આઉટ, જાણો વિગત
ભાજપના આ નેતાએ PM મોદી, અમિત શાહને કહ્યા ‘ગુજરાતી ઠગ’, BJPએ પાર્ટીમાંથી......What the !!! I doubt if this can be given out even by the rule book ???? The way I see it he was not stepping out too much!!! Batsman looks "in" when the bowler was in his release stride! Hayden said it right & the game changed there !!! Not fair even by school standards ! #Mankad pic.twitter.com/Aq2VMwVyz1
— T R B Rajaa (@TRBRajaa) March 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion