શોધખોળ કરો

Modi Stadium Weather: આજે IPLમાં વરસાદ ચોક્કસ બનશે વિઘ્ન, જાણો કેટલા વાગે પડશે ?

આજે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન શાસ્ત્રીઓ અને આગાહીકારો આજે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે.

Narendra Modi Stadium Weather: આજે IPLમાં ચેમ્પીયન બનાવા માટે ટક્કર થવાની છે, આજે ફરી એકવાર સાંજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ રમાશે, આ પહેલા ગઇકાલે 28 મેએ ગુજરાતના મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવવાની હતી, પરંતુ વરસાદી વિઘ્નના કારણે મેચ રમાઇ શકી નહતી, હવે આ મેચ આજે રિઝર્વ ડેમાં રમાવવાની છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ હવામાન અપડેટ સામે આવ્યુ છે. જે પ્રમાણે જાણી શકાય છે કે, આજે પણ ગુજરાતમાં, અમદાવાદમાં આઇપીએલ ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. જાણો શું છે અપડેટ અને કેટલા વાગે પડી શકે છે વરસાદ.....

કેટલા વાગે પડશે વરસાદ ?
હવામાન રિપોર્ટ અનુસાર, આજે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન શાસ્ત્રીઓ અને આગાહીકારો આજે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, આજે સાંજે 4 વાગે અમદાવાદમાં વરસાદ પડી શકે છે, અને બીજા અપડેટ પ્રમાણે આજે રાત્રે 10 વાગે વરસાદ પડી શકે છે. જો 10 વાગે વરસાદ પડશે તો આઇપીએલની ફાઇનલ મેચમાં જરૂર વિઘ્ન ઉભુ થશે, કેમ કે આ દરમિયાન આઇપીએલ ફાઇનલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાતની ટીમો આમને સામને મેદાનમાં હશે, અને બીજી ઇનિંગની પાવરપ્લે ઓવરો ચાલતી હશે. ખાસ વાત છે કે, જો 10 વાગે ભારે વરસાદ પડે છે, તો ફાઇનલ મેચમાં દર્શકોને ફરી એકવાર ફૂલ મેચની મજા બગડી શકે છે. 

Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ, અંબાલાલે કરી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ જોર પકડી શકે છે, હવામાન નિષ્ણાંતોના મતે આજે ફરી એકવાર રાજ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. હાલમાં જ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આજે ફરી એકવાર સાંજના સમયે કડાકા-ભડકા સાથે વસસાદ વરસી શકે છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, રાજ્યમાં આજે ફરી એકવાર સાંજના સમયે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પાડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. વીજળીના કડાકા-ભડકાના કારણે જાનમાલનું નુકશાન પણ થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ અને આરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા છે. 30મી મેએ પણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે. આવતીકાલે પણ સાંજના સમયે ભારે પવન અને વીજળી સાથે વરસાદ થઈ શકે છે. ખાસ વાત છે કે, રોહિણી નક્ષત્ર આખું વરસાદ પડે તો ચોમાસુ સમયસર રહેશે, જો રોહિણી નક્ષત્ર 2 જૂન સુધી છે, વરસાદ નહીં પડે તો ચોમાસુ મોડું થવાની શક્યતા પણ રહેલી છે.

બંન્ને ટીમો વચ્ચેનો રેકોર્ડ્સ

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નઈ 1માં જીત મેળવી છે. આ સીઝનમાં બંને વચ્ચે બે મેચ રમાઈ છે, જેમાં ચેન્નઈ અને ગુજરાતે 1-1 મેચ જીતી છે.

કુલ 4 મેચોમાં 3 લીગ અને એક પ્લેઓફ મેચ રમાઈ છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નઈએ પ્લેઓફ મેચ જીતી છે. બંને વચ્ચે સીઝનની પ્રથમ લીગ મેચ રમાઈ હતી, જેમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો. આ પછી બંને ટીમો ક્વોલિફાયર-1માં આમને-સામને આવી જેમાં ચેન્નઈ 15 રને જીતી ગઈ હતી. ફાઈનલ મેચ માટે બંને ટીમો પોતાની પરફેક્ટ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરશે. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને ટીમો તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે. બંને ટીમો તેમની અગાઉની પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, રિદ્ધિમાન સહા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા, મતિષ પથિરાના, તુષાર દેશપાંડે.

IPL 2023 Final: જો 'રિઝર્વ ડે' પર પણ ચેન્નઇ અને ગુજરાત વચ્ચેની ફાઇનલ નહી રમાય તો કોણ બનશે ચેમ્પિયન ?, જાણો વિગતો

CSK vs GT, IPL Final: રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી. વાસ્તવમાં વરસાદને કારણે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ શકી ન હતી. જોકે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. મતલબ, હવે સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, પરંતુ જો સોમવારે પણ અમદાવાદમાં વરસાદ પડે અને મેચ ન થાય તો શું થશે. તો પછી વિજેતાની પસંદગી કેવી રીતે થશે?

જો સોમવારે પણ વરસાદ પડે તો?

વાસ્તવમાં જો વરસાદના કારણે રિઝર્વ ડે એટલે કે સોમવારે પણ મેચ યોજાઇ નહી શકે તો લીગ સ્ટેજ પછી જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હશે તેને વિજેતા માનવામાં આવશે. આ રીતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને ફાયદો થશે અને તે IPL 2023ની ચેમ્પિયન બનશે. ચેન્નઈ સુપર કિંગ્સે નુકસાન સહન કરવું પડશે કારણ કે લીગ તબક્કા પછી ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સથી ઉપર હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
Embed widget