IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી
22 માર્ચથી IPL 2025 શરૂ થશે. સીઝનની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

22 માર્ચથી IPL 2025 શરૂ થશે. સીઝનની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આગામી સિઝન માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. દરમિયાન, સીઝનની શરૂઆત પહેલા, BCCIએ ખેલાડીઓ અને ટીમ માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ સિઝનમાં ખેલાડીઓને ગત સિઝનની જેમ છૂટ નહીં મળે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ પહેલા અને દરમિયાન PMOA વિસ્તારની આસપાસ પરિવારના સભ્યોની હાજરી અંગેના નિયમોને વધુ કડક બનાવ્યા છે. આ સિવાય બોર્ડે ખેલાડીઓ માટે ટીમ બસમાં મુસાફરી કરવાનું ફરજિયાત બનાવ્યું છે. બીસીસીઆઈએ થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયા માટે પણ આ જ નિયમ લાગુ કર્યો હતો. હવે ખેલાડીઓએ ટીમ બસમાં જ મુસાફરી કરવી પડશે.
ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવી પડશે
BCCIના નવા નિયમ મુજબ ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે ટીમ બસમાં આવવું પડશે. ટીમો બે જૂથોમાં મુસાફરી કરી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, તાજેતરની મીટિંગ દરમિયાન નિયમોમાં ફેરફાર વિશે તમામ ટીમ મેનેજરોને જાણ કર્યા પછી, તમામ ફ્રેન્ચાઇઝીઓને એક મેઇલ દ્વારા તેની જાણ કરવામાં આવી હતી. 18 ફેબ્રુઆરીના રોજ ઝૂમ કોલ પર મેનેજરોની બેઠક યોજાઈ હતી.
ખેલાડીઓના પરિવારના સભ્યો ડ્રેસિંગ રૂમની અંદર જઈ શકશે નહીં
નવા નિયમમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રેક્ટિસના દિવસે પણ ખેલાડીઓના પરિવારના સભ્યો ડ્રેસિંગ રૂમમાં પ્રવેશી શકશે નહીં. તમને જણાવી દઈએ કે મેચના દિવસો દરમિયાન તેમને કોઈપણ રીતે ડ્રેસિંગ રૂમની અંદર જવા દેવાતા નથી. પ્રેક્ટિસના દિવસોમાં (ટૂર્નામેન્ટ પહેલા અને દરમિયાન), ડ્રેસિંગ રૂમ અને પ્લેઇંગ ફિલ્ડમાં માત્ર માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ મંજૂરી આપવામાં આવે છે.
મેલમાં જણાવાયું છે કે ખેલાડીઓના પરિવારના સભ્યો અને તેમના મિત્રો અલગ વાહનમાં મુસાફરી કરશે અને હોસ્પિટાલિટી વિસ્તારમાંથી ટીમની પ્રેક્ટિસ જોઈ શકશે. ટીમના સપોર્ટ સ્ટાફે ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવા માટે BCCI પાસેથી પરવાનગી લેવી પડશે. એકવાર પરવાનગી મળી જાય પછી, તેઓ મેચ સિવાયના દિવસોમાં ડ્રેસિંગ રૂમ અને મેદાનની અંદર જઈ શકશે.
Shama Mohammed: કોણ છે શમા મોહમ્મદ, જેને રોહિત શર્માને કહ્યો 'જાડીયો' અને મચી ગઇ બબાલ

