CSK vs GT IPL 2023 Final: આઇપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે જોવા મળશે જોરદાર ટક્કર, આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન ?
આ મેચ માટે ગુજરાતની ટીમમાં રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ અને ડેવિડ મિલરના રૂપમાં ચાર વિદેશી ખેલાડીઓ લગભગ ફિક્સ છે.
CSK vs GT Probable Playing XI: ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો IPL 2023 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બંને વચ્ચે આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચમાં બંને ટીમો પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. આ મેચ માટે ગુજરાતની ટીમમાં રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ અને ડેવિડ મિલરના રૂપમાં ચાર વિદેશી ખેલાડીઓ લગભગ ફિક્સ છે.
Get 𝗥𝗘𝗔𝗗𝗬 to experience the visual extravaganza! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 28, 2023
DO NOT MISS the IPL MID SHOW in the #TATAIPL 2023 Grand Finale! 🎥 😎#GTvCSK pic.twitter.com/W5OGC9itQg
ચેન્નઈની ટીમ ડેવોન કોનવે, મોઈન અલી, મહિષ તિક્ષણા અને મથિષા પથિરાનાના રૂપમાં ચાર વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકે છે. કોનવે અને ગાયકવાડ શાનદાર ફોર્મમાં છે. જ્યારે મહિષ તિક્ષણા સ્પિન આક્રમણને સારી રીતે સંભાળી રહ્યો છે. પથિરાના ડેથ ઓવર્સમાં ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના વિદેશી ખેલાડીઓમાં રાશિદ ખાન અને નૂર અહેમદ બેટ્સમેનોને પોતાની સ્પિન પર ડાન્સ કરી રહ્યા છે અને ફાસ્ટ બોલર જોશુઆ લિટલ ફાસ્ટ બોલિંગમાં સારું કામ કરી રહ્યા છે. અને ડેવિડ મિલર ફિનિશરની ભૂમિકા ભજવશે.
જોકે, ગુજરાત કે ચેન્નઈની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. બંન્ને ટીમો તેમની અગાઉની પ્લેઈંગ ઈલેવન સાથે પણ જઈ શકે છે. આ બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન હોઈ શકે છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ.
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, અંબાતી રાડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મહિષ તીક્ષણા, મતિષા પથિરાના, તુષાર દેશપાંડે.
CSK vs GT IPL 2023 Final: આજે અમદાવાદમાં રમાશે આઇપીએલની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ પાસે સતત બીજી વખત ચેમ્પિયન બનવાની તક
અમદાવાદઃ આજે ઇન્ડિયન પ્રિમિયર લીગની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં એક લાખથી વધુ પ્રેક્ષકોની સામે બંને ખેલાડીઓ વચ્ચે ટીમો રસપ્રદ મેચ યોજાય તેવી શક્યતા છે.
હાર્દિકે ગયા વર્ષે તેની પ્રથમ સીઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું. આ વખતે હાર્દિક માટે મોટો પડકાર છે. તેણે પોતાના મેન્ટર ધોનીને તેના હોમ ગ્રાઉન્ડ પર એક લાખ દર્શકોની સામે હરાવવો પડશે. જો તે આમ કરે છે, તો ફ્રેન્ચાઇઝી ક્રિકેટની સાથે સાથે ભારતીય ક્રિકેટમાં તેની કેપ્ટનશિપ લાંબા સમય સુધી જોવા મળી શકે છે.
ધોની પાસે રોહિતની બરોબરી કરવાની તક
ધોનીની વાત કરીએ તો તેણે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. તેની ગણતરી ક્રિકેટના મહાન કેપ્ટનોમાં થાય છે. ધોની તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. એવું માનવામાં આવે છે કે આ તેની છેલ્લી સીઝન છે. તે તેની અંતિમ આઈપીએલ સીઝનમાં ટ્રોફીની જીત સાથે વિદાય કરવા માંગશે. જો ધોની આ વખતે ચેન્નઈને ચેમ્પિયન બનાવશે તો તે પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરશે. તે સૌથી વધુ ટાઇટલના મામલે રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ)ની બરોબરી કરશે