CSK vs MI Match Highlights: ઘરઆંગણે ચેન્નઇનો કમાલ, મુંબઇ ઇન્ડિયન્સને છ વિકેટે આપી કારમી હાર
ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે
ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવ્યું છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 139 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં 140 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નઈએ તેની 11માંથી છ મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી છે. આ સાથે જ તેને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મુંબઈ 10 મેચમાં પાંચ જીત અને પાંચ હાર સાથે છઠ્ઠા સ્થાને છે.
El Clasico ✅✅#CSKvMI #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ydnn0iuM8p
— Chennai Super Kings (@ChennaiIPL) May 6, 2023
આ મેચમાં એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા અને મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ સીઝનમાં ચેન્નઇની આ છઠ્ઠી જીત છે અને ટીમના હવે 13 પોઈન્ટ છે.
140 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત સારી રહી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોનવેએ પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી નોંધાવી હતી. પિયુષ ચાવલાએ 5મી ઓવરના પહેલા બોલ પર ચેન્નઈને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઋતુરાજને ઈશાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગાયકવાડે 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી.
રાયડુએ 12 રન બનાવ્યા હતા
ચેન્નઈની ચોથી વિકેટ 17મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. ઓપનર ડ્વેન કોનવે આકાશ મધવાલના હાથે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આઈપીએલમાં મધવાલની આ પહેલી વિકેટ છે. આ સાથે જ કોનવેએ 42 બોલમાં 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ પછી કેપ્ટન એમએસ ધોની બેટિંગ કરવા આવ્યો હતો. ધોની 2 રન અને શિવમ દુબે 26 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા.
અગાઉ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 140 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી નેહલ વાઢેરાએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા.જ્યારે સૂર્યકુમારે 26 અને ટ્રિસ્ટન સ્ટબ્સે 20 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. ચેન્નઈ માટે મથીષા પથિરાનાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. દીપક ચહર અને તુષાર દેશપાંડેને બે-બે વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી