DC vs SRH: દિલ્હીએ હૈદરાબાદને 21 રનથી હરાવ્યું, ખલીલ અહેમદે 3 વિકેટ ઝડપી
દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 21 રને હરાવ્યું. IPL 2022ની 50મી મેચમાં દિલ્હીને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જવાબમાં હૈદરાબાદની ટીમ 186 રન જ બનાવી શકી હતી.
David Warner Rovman Powell Delhi Capitals vs Sunrisers Hyderabad IPL 2022: દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 21 રને હરાવ્યું. IPL 2022ની 50મી મેચમાં દિલ્હીને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમ 186 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે શાનદાર બેટિંગ કરીને દિલ્હીનો સ્કોર 208 રન પર પહોંચાડ્યો હતો. જ્યારે ખલીલ અહેમદે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ તરફથી નિકલોસ પૂરને 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
હૈદરાબાદ માટે અભિષેક શર્મા અને કેપ્ટન કેન વિલિયમસન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન અભિષેક માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ વિલિયમસન 4 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી અને એડિન માર્કરામ સારી રીતે રમ્યા હતા. રાહુલે 18 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા. જ્યારે માર્કરામે 25 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.
શશાંક સિંહ 6 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સીન એબોટ 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 34 બોલમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. કાર્તિક ત્યાગી 7 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં શ્રેયસ ગોપાલ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો.
દિલ્હી તરફથી ખલીલ અહેમદે શાનદાર બોલિંગ કરી હતી. ખલીલ અહેમદે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. નોર્ટજેએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 44 રન આપીને 2 વિકેટ લીધી હતી. મિશેલ માર્શે 4 ઓવરમાં 36 રન આપીને એક વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. વોર્નરે 58 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી અણનમ 92 રન બનાવ્યા. જ્યારે પોવેલે 35 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા. પોવેલે ઇનિંગમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગા માર્યા હતા. કેપ્ટન રિષભ પંતે 16 બોલમાં 26 રન બનાવ્યા હતા. પંતના બેટમાંથી 3 સિક્સર નીકળી હતી.
હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સાથે એક ઓવર મેડન કાઢી હતી. સીન એબોટ અને શ્રેયસ ગોપાલને પણ એક-એક વિકેટ લેવામાં સફળતા મળી હતી. હૈદરાબાદ માટે ગોપાલની આ ડેબ્યૂ મેચ હતી.