GT vs LSG Live Score: લખનૌએ ગુજરાતને 33 રનથી હરાવ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં LSGનો શાનદાર વિજય
GT vs LSG Live Updates: IPL ૨૦૨૫ ની ૬૪મી મેચમાં શુબમન ગિલની ગુજરાતે રિષભ પંતની લખનૌ સામે ટોસ જીત્યો; પ્લેઓફ પર અસર નહીં, પણ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવા ગુજરાતનો પ્રયાસ.

Background
Gujarat Titans vs Lucknow Super Giants Live Match: IPL 2025 ની ૬૪મી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. મેચ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થઈ ચૂકી છે અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
IPL 2025 ની રોમાંચક સફરમાં આજે વધુ એક દમદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની ૬૪મી મેચ અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ ચૂકી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પહેલા બેટિંગ કરવા મેદાન પર ઉતરી છે.
મેચનું મહત્વ અને ટીમોનો દેખાવ
આજની મેચના પરિણામની IPL 2025 ના પ્લેઓફ પર કોઈ સીધી અસર પડશે નહીં, કારણ કે ટૂર્નામેન્ટની ટોચની ૪ ટીમો લીગ મેચો પૂરી થાય તે પહેલા જ નિશ્ચિત થઈ ચૂકી છે. તેમ છતાં, ગુજરાત ટાઇટન્સ આજની મેચ જીતીને IPL પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવા અને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, લખનૌની ટીમ આ ટૂર્નામેન્ટનો અંત સકારાત્મક નોંધ સાથે કરવાનો પ્રયાસ કરશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
IPL ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ અત્યાર સુધીમાં ૬ વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં ગુજરાત ટાઇટન્સ ૪ વખત વિજયી રહ્યું છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે ૨ મેચ જીતી છે. આ આંકડા ગુજરાતના પલડાને ભારે દર્શાવે છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, અરશદ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કાગીસો રબાડા અને પ્રસિદ્ધ કૃષ્ણ. (ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મોહમ્મદ સિરાજ)
લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન અને રવિ બિશ્નોઈ. (ઇમ્પેક્ટ પ્લેયર તરીકે વિલિયમ ઓ'રોર્ક)
GT vs LSG Live Score: લખનૌએ ગુજરાતને હરાવ્યું
લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ ગુજરાતને 236 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ગુજરાત 8 વિકેટ ગુમાવીને ફક્ત 202 રન બનાવી શક્યું. ગુજરાતની આ હારને કારણે ટીમને 2 પોઈન્ટનું નુકસાન થયું છે. પરંતુ GT હજુ પણ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
GT vs LSG Live Score: GT એ 8મી વિકેટ ગુમાવી
ગુજરાતની આઠમી વિકેટ પડી ગઈ છે. રબાડા 3 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો.




















