GT vs LSG: પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી ગુજરાત ટાઈટન્સે ખાતું ખોલાવ્યું, જાણો કોણ છે મેચનો હિરો
IPL 2022માં આજે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈમ્સ (GT)નો મુકાબલો કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
LIVE
Background
IPL 2022માં આજે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈમ્સ (GT)નો મુકાબલો કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચથી બંને ટીમ IPLમાં ડેબ્યૂ કરી રહી છે. આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ગુજરાત અને લખનઉની ટીમો પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
જુઓ બંને ટીમના સ્ટાર ખેલાડીઓ
ગુજરાત ટાઇટન્સની તાકાત તેની બોલિંગ લાઇન અપ છે. આ ટીમમાં એક કરતા વધારે બોલર છે. ફાસ્ટ બોલિંગમાં તેમની પાસે મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન જેવા બોલર છે જ્યારે સ્પિન બોલિંગમાં તેમની પાસે રાશિદ ખાન છે. કેપ્ટન હાર્દિક પંડ્યા, વિજય શંકર અને રાહુલ તેવટિયા જેવા ઓલરાઉન્ડર ટીમને ખૂબ જ મજબૂત બનાવે છે. આ સિવાય ટીમમાં ડેવિડ મિલર અને શુભમન ગિલના રૂપમાં સારા બેટ્સમેન છે.
લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો ટીમનો ટોપ ઓર્ડર ઘણો મજબૂત છે. કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક શાનદાર ઓપનર છે. આ પછી મિડલ ઓર્ડરમાં મનીષ પાંડે અને દીપક હુડ્ડા જેવા ખેલાડીઓ છે. અવેશ ખાન અને એન્ડ્રુ ટાયના રૂપમાં ઝડપી બોલર છે.
IPL 2022: ગુજરાતે 5 વિકેટે મેચ જીતી
ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ અભિનવ મનોહર અને રાહુલ તેવટિયાએ તોફાની બેટિંગ કરી અને ટીમને 19.4 ઓવરમાં જીત અપાવી. રાહુલ તેવટિયા જીતનો હીરો બન્યો, જેણે 24 બોલમાં અણનમ 40 રનની ઇનિંગ રમી. જ્યારે અભિનવ મનોહરે 7 બોલમાં 15 રન બનાવ્યા હતા. ગુજરાતે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.
IPL 2022: રાહુલ તેવટિયાનો ધડાકો, ગુજરાતની આશાઓ વધી
રવિ બિશ્નોઈની આ ઓવરના પહેલા બોલ પર રાહુલ તેવટિયાએ સિક્સર ફટકારી હતી. આ પછી તેવતિયાએ ચોથા અને પાંચમા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેવટિયા અને મિલર વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. હવે ગુજરાતને જીતવા માટે 18 બોલમાં 29 રનની જરૂર છે. ગુજરાતનો સ્કોર 17 ઓવર પછી 130/4
IPL 2022: ગુજરાતનો સ્કોર 14 ઓવર પછી 88/4
દીપક હુડ્ડાએ પણ આ ઓવરમાં સારી બોલિંગ કરી અને માત્ર 5 રન આપ્યા. ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા રન માટે તરસી રહ્યા છે. ગુજરાતની ટીમે મેચમાં ટકી રહેવા માટે રનની ઝડપ વધારવી પડશે. 14 ઓવર પછી ગુજરાતનો સ્કોર 88/4 છે.
IPL 2022: ગુજરાતની 4 વિકેટ પડી, મેથ્યુ વેડ 30 રન બનાવીને આઉટ થયો
લખનૌના કેપ્ટન કેએલ રાહુલે બોલિંગ બદલી અને દીપક હુડાને આપી. હુડ્ડા પણ કેપ્ટનના વિશ્વાસ પર ખરો ઉતર્યો અને ઓવરના પાંચમા બોલ પર 30 રનના વ્યક્તિગત સ્કોર પર સેટ બેટ્સમેન મેથ્યુ વેડને પેવેલિયનમાં મોકલી દીધો. હવે રાહુલ તેવટિયા બેટિંગ કરવા આવ્યા છે. 12 ઓવર પછી સ્કોર 79/4
IPL 2022: ગુજરાતની ત્રીજી વિકેટ પડી, હાર્દિક પંડ્યા 33 રન બનાવી આઉટ થયો
કૃણાલ પંડ્યાની આ ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યા મોટો શોટ મારવાના પ્રયાસમાં 33 રનના અંગત સ્કોર પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો. ગુજરાતે હવે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે અને ડેવિડ મિલર બેટિંગ કરવા આવ્યો છે. કૃણાલે આ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. 11 ઓવર પછી ગુજરાતનો સ્કોર 75/3 છે.