(Source: ECI/ABP News/ABP Majha)
GT vs MI Qualifier 2: આજે ગુજરાત સામેની મેચમાં ફાઇનલ પર રહેશે મુંબઇની નજર, જાણો બંન્ને ટીમો વચ્ચેનો રેકોર્ડ્સ?
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે
IPL 2023, Gujarat Titans vs Mumbai Indians Qualifier 2: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ટીમ માટે આ મેચ કરો યા મરો રહેશે. જે ટીમ મેચ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે. ગુજરાત ટાઇટન્સની ટીમને ચેન્નઇ સુપર કિંગ્સ સામે પ્રથમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈએ એલિમિનેટર મેચમાં લખનઉને હરાવ્યું હતું.
Those big hits from @vijayshankar260 this season got us like 🤩💙
— Gujarat Titans (@gujarat_titans) May 25, 2023
GT Insider Tanvi Shah finds out from the man himself, about this season, his personal form and more 🙌#PhariAavaDe | #TATAIPL 2023 Playoffs pic.twitter.com/zvPXYXADJW
મુંબઈની નજર ફાઈનલ પર રહેશે
ગુજરાત ટાઇટન્સ સામેની ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈની નજર ફાઇનલમાં એન્ટ્રી મારવા પર હશે. અત્યાર સુધીમાં 5 વખત આઇપીએલ ટાઈટલ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છઠ્ઠી વખત ટ્રોફી જીતવા ઇચ્છશે. આ સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ પણ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી ચેમ્પિયન બનવા માંગશે. IPL 2023 માં ગુજરાત ટાઇટન્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે મુંબઈની ટીમ ચોથા નંબર પર રહી હતી. એકંદરે ક્વોલિફાયર-2માં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સનો બહુ જૂનો ઇતિહાસ નથી. ગુજરાતની ટીમ IPLની ગત સીઝનમાં પ્રવેશી હતી અને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. બંને ટીમો વચ્ચેની મેચની વાત કરીએ તો મુંબઈની ટીમ ગુજરાત કરતા આગળ છે. IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3 મેચ રમાઈ છે. દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી છે. IPL 2023માં બંને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ હતી જેમાં બંન્ને ટીમ 1-1 મેચ જીતી હતી. જ્યારે IPL 2022માં મુંબઈએ ગુજરાતને હરાવ્યું હતું. આ રીતે મુંબઈની ટીમ IPLમાં ગુજરાત કરતાં 2-1થી આગળ છે.
IPL 2023: અમદાવાદમાં રમાનાર IPLની મેચને લઈને બહાર પાડવામાં આવ્યું જાહેરનામું, ઘરેથી નિકળતા પહેલા વાંચી લેજો નહીં તો પછતાશો
IPL 2023: IPL ની બીજી ક્વૉલિફાયર મુંબઇ અને ગુજરાત વચ્ચે અમદાવાદમાં રમાવાની છે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. ફાઇનલ મેચને લઈને અલગ અલગ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26 અને 28 મેના રોજ રમાનારી મેચ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં મેટ્રોનો સમય સવારના 7 થી રાતના 1.30 કલાક સુધી કરવામાં આવશે. મુસાફરોનો ઘસારો ટાળવા પેપર ટિકિટ એડવાન્સમાં મેળવી શકાશે. ટ્રેનના નિયત સમય કરતાં પહેલાં મુસાફરો સ્ટેશન ઉપરથી પેપર ટિકિટ મેળવી શકશે. સ્પેશિયલ પેપર ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની કિંમત 25 રૂપિયા રહેશે.