શોધખોળ કરો

IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું

છેલ્લા બોલ સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામામાં ગુજરાત ટાઇટન્સે 210 રન બચાવી લીધા; છેલ્લી ઓવરમાં 13 રન જોઈતા હતા, પણ કુલદીપ યાદવ રનઆઉટ થતાં દિલ્હીના હાથમાંથી જીત છીનવાઈ ગઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત ટાઇટન્સે 210 રન બનાવ્યા, દિલ્હી 209 રન બનાવી 1 રનથી હાર્યું.
  • દિલ્હીની શરૂઆત સારી રહી, નિસાન્કા-રાહુલે 76 રન જોડ્યા.
  • ડેવિડ મિલરના 20 બોલમાં 41 રન, છતાં જીત ન મળી.
  • છેલ્લા બોલ પર કુલદીપ યાદવ રનઆઉટ, ગુજરાતની રોમાંચક જીત.

DC vs GT: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 14મી મેચમાં બુધવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ જોવા મળી. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો દિલ્હીનો નિર્ણય તેમના પર જ ભારે પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને જોસ બટલરની શાનદાર અડધી સદીઓની મદદથી 210 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમે પૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં દિલ્હી માત્ર 209 રન જ બનાવી શક્યું અને ગુજરાતે 1 રનથી બાજી મારી લીધી. કેએલ રાહુલ અને ડેવિડ મિલરની તોફાની બેટિંગ પણ દિલ્હીને જીતાડી શકી નહીં.

211 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે શરૂઆત તો એકદમ શાનદાર કરી હતી. પથુમ નિસાન્કા અને કેએલ રાહુલે મળીને 76 રનની મજબૂત ઓપનિંગ ભાગીદારી નોંધાવી. જોકે, 9મી ઓવરમાં 41 રન બનાવીને નિસાન્કા આઉટ થઈ ગયો. તે પછી પણ કેએલ રાહુલે એક છેડો સાચવી રાખીને ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી. રાહુલ આઉટ થયા બાદ ડેવિડ મિલરે મેદાનમાં આવીને તોફાન મચાવી દીધું હતું. તેણે માત્ર 20 બોલમાં 41 રન ઝૂડી કાઢ્યા હતા, તેમ છતાં તે ટીમને જીતના દરવાજા સુધી પહોંચાડી શક્યો નહીં.

મેચનો અસલી રોમાંચ છેલ્લી 2 ઓવરમાં જોવા મળ્યો. દિલ્હીને જીતવા માટે 12 બોલમાં 36 રનની જરૂર હતી. 19મી ઓવર નાખવા આવેલા મોહમ્મદ સિરાજની ઓવરમાં મિલરે 23 રન ફટકારીને મેચ દિલ્હીની તરફેણમાં કરી દીધી. હવે છેલ્લી ઓવરમાં માત્ર 13 રન જોઈતા હતા. આ નિર્ણાયક સમયે પ્રસિદ્ધ કૃષ્ણાએ કમાલની બોલિંગ કરીને મેચ બચાવી લીધી. મેચ એટલી હદે રોમાંચક બની ગઈ કે છેલ્લા બોલ પર દિલ્હીને જીતવા માટે 2 રનની જરૂર હતી, પરંતુ કુલદીપ યાદવ રનઆઉટ થઈ ગયો અને ગુજરાતે 1 રનથી ઐતિહાસિક જીત નોંધાવી દીધી.

આ પહેલાં ગુજરાત ટાઇટન્સની બેટિંગની વાત કરીએ તો, તેમની શરૂઆત થોડી નબળી રહી હતી. ત્રીજી જ ઓવરમાં મુકેશ કુમારે સાઈ સુદર્શનને 12 રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. પરંતુ ત્યારપછી જોસ બટલરે વિસ્ફોટક બેટિંગ શરૂ કરી. 8મી ઓવરમાં કુલદીપ યાદવે બટલરને આઉટ કર્યો, ત્યાં સુધીમાં તેણે માત્ર 27 બોલમાં 52 રન ઠોકી દીધા હતા. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે જવાબદારી પોતાના ખભા પર લીધી અને 10મી ઓવરમાં સ્કોર 100 ને પાર પહોંચાડ્યો. ગિલે 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 70 રનની કેપ્ટન ઇનિંગ રમી, જ્યારે વોશિંગ્ટન સુંદરે પણ 55 રનનું મહત્વનું યોગદાન આપ્યું. આ ત્રણેયની ફિફ્ટીના આધારે ગુજરાતે 210 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો જે અંતે નિર્ણાયક સાબિત થયો.

Frequently Asked Questions

DC vs GT મેચમાં કોણ જીત્યું?

ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું. આ મેચ અત્યંત રોમાંચક રહી અને છેલ્લા બોલ સુધી ચાલી.

ગુજરાત ટાઇટન્સે કેટલા રન બનાવ્યા હતા?

ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ, જોસ બટલર અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારતા 210 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સનો ટાર્ગેટ શું હતો?

ગુજરાત ટાઇટન્સે આપેલા 211 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સ 209 રન જ બનાવી શકી.

મેચનો રોમાંચ ક્યારે ચરમસીમાએ પહોંચ્યો?

છેલ્લી 2 ઓવરમાં મેચ ખૂબ રોમાંચક બની. 19મી ઓવરમાં ડેવિડ મિલરે 23 રન ફટકાર્યા, પરંતુ અંતિમ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગે ગુજરાતને જીત અપાવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget