4, 4, 4, 6, 6 અને 4...દિનેશ કાર્તિકે એક ઓવરમાં બનાવ્યા 28 રન
આ મેચમાં ફરી એક વખત દિનેશ કાર્તિક (Dinesh Karthik) ની આક્રમક ઈનિંગ જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. દિનેશ કાર્તિકે દિલ્હી સામે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી.
વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં આઈપીએલ 2022 (IPL 2022) ના 27માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (Royal Challengers Bangalore) સામે થઈ રહ્યો છે. આ મેચમાં ફરી એક વખત દિનેશ કાર્તિક (Dinesh Karthik) ની આક્રમક ઈનિંગ જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. દિનેશ કાર્તિકે દિલ્હી સામે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી.
બેંગ્લોરની ઈનિંગની 18મી ઓવરમાં દિનેશ કાર્તિકે પોતાની સ્કિલથી બધાને દિવાના બનાવી દીધા છે. રહેમાનની આ ઓવરમાં તેણે 28 રન લીધા હતા. આ દરમિયાન તેણે પહેલા બોલ પર 4, બીજા બોલ પર 4 અને ત્રીજા બોલ પર 4 રન બનાવ્યા હતા. આ પછી, છેલ્લા ત્રણ બોલમાં પણ કાર્તિક તેને છોડવાના મૂડમાં નહોતો. તેણે છેલ્લા ત્રણ બોલમાં 6, 6 અને 4 ફટકાર્યા હતા. આ ઓવરમાં તેણે પોતાની ફિફ્ટી પણ પૂરી કરી હતી.
મેક્સવેલે ઈનિંગ સંભાળી હતી
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર બેંગ્લોરની શરૂઆત ખાસ રહી ન હતી. ટીમનો ઓપનર અનુજ રાવત ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ ફાફ પણ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં કોહલી પાસેથી ચાહકોને ઘણી આશા હતી પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. કોહલીએ આજે માત્ર 12 રન બનાવ્યા હતા. આ રીતે રોયલ ચેલેન્જર્ની શરુઆત ખરાબ રહી હતી.
ત્રણ વિકેટ પડ્યા બાદ મેક્સવેલે કાઉન્ટર એટેક કરીને બેંગ્લોરને વાપસીનો મોકો આપ્યો હતો. મેક્સવેલે 34 બોલમાં 55 રન બનાવ્યા હતા. કાર્તિક અને શાહબાઝે તેમના દ્વારા આપવામાં આવેલા પ્લેટફોર્મનો લાભ લીધો હતો. તેણે 52 બોલમાં 97 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ડીકેએ 34 બોલમાં 66 રન અને શાહબાઝે 32 રન બનાવ્યા હતા. આ બંનેની ઇનિંગ્સના કારણે RCBએ 20 ઓવરમાં 189 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સે દિલ્હીને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે.
આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ ચાર મેચ રમી છે, જેમાં બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, બેંગ્લોરે પાંચ મેચોમાં ભાગ લીધો છે, જેમાં ત્રણમાં જીત અને બેમાં હાર થઈ છે.