શોધખોળ કરો

IPL 2022: જાડેજાની CSK માટે આવ્યા માઠા સમાચાર, 14 કરોડમાં ખરીદેલો આ સ્ટાર ખેલાડી સીઝનમાંથી થયો બહાર

IPL 2022, CSK: ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર દીપક ચહર ફરીથી ઈજાગ્રસ્ત થયો છે અને હવે તે આઈપીએલ 2022ની સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

IPL 2022: ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2022માં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. લીગની 15મી સીઝનમાં અત્યાર સુધી ચેન્નાઈ તેની ચારેય મેચ હારી છે. હારનું કારણ અમુક અંશે તેમના ઝડપી બોલિંગ આક્રમણની નબળાઈ પણ છે અને આવી સ્થિતિમાં ટીમને તેના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહરની ખોટ છે. CSK આજે 12 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે IPL 2022માં તેની પાંચમી મેચ રમવાની છે.

આ મેચ પહેલા CSK માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર દીપક ચહર ફરીથી ઈજાગ્રસ્ત થયો છે અને હવે તે આઈપીએલ 2022ની સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ  ગયો છે.

ક્યારે ઈજાગ્રસ્ત થયો હતો દીપક ચહર

દીપક ચહર હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને તે પોતાની ઈજામાંથી બહાર આવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, જાણવા મળ્યું છે કે જ્યારે દીપક ચાહર બેંગ્લોરમાં રિહેબિંગ કરી રહ્યો હતો ત્યારે તેની પીઠની જૂની ઈજા તેને ફરીથી પરેશાન કરવા લાગી હતી. ઈજાગ્રસ્ત ઝડપી બોલર આ સપ્તાહના અંતે મુંબઈમાં CSK ટીમમાં સામેલ થવાનો હતો. પરંતુ હવે ઈજાની સમસ્યા ફરી સામે આવ્યા બાદ તે આખા આઈપીએલ 2022માંથી બહાર થઈ ગયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોલકાતામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ દરમિયાન ચહર ઈજાગ્રસ્ત થયો હતો.  

આઈપીએલ હરાજીમાં 14 કરોડમાં વેચાયો હતો

 IPL 2022 ની હરાજીમાં 14 કરોડ રૂપિયામાં વેચાયેલા દીપક ચહરની ફરીથી ઈજા વિશે પૂછવામાં આવતા CSK ટીમ મેનેજમેન્ટે કહ્યું, “અમને તેની પીઠની ઈજા વિશે ખબર નથી. તે ફરીથી લયમાં આવવા અને અમારા માટે ફરીથી રમવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. પરંતુ અત્યારે તે અત્યારે ઉપલબ્ધ નથી. દીપક ચહર શરૂઆતમાં નવા બોલથી વિકેટ લેવામાં સક્ષમ છે. તેણે અત્યાર સુધી IPLની 63 મેચમાં 59 વિકેટ ઝડપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી

VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો  - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'

Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો  - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'
VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
Air Pollution: હવે જો ખેતરમાં પરાળ સળગાવી તો ભારે પડી જશે! ભારત સરકારે વધતા પ્રદૂષણને રોકવા લીધો મોટો નિર્ણય
શું સરકાર તમારી જમીન પર પણ કબ્જો કરી શકે છે? જાણો શું છે નિયમ

Jammu Kashmir: કલમ 370 પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો,  ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી

'મનસ્વી રીતે સરકારી નોકરીના નિયમો બદલી શકાય નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

શરદી-ઉધરસથી છૂટકારો મેળવવા માટે અસરકારક છે આ સાત વસ્તુ

Embed widget