(Source: ECI/ABP News/ABP Majha)
IPL રમી રહેલા યુવા ગુજરાતી ઓલરાઉન્ડર હર્ષલ પટેલની બહેનનુ નિધન, IPL છોડી ઘરે જવા રવાના, જાણો
આઈપીએલ સાથે સંકળાયેલા સુત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે હર્ષલને અચાનક બાયો બબલમાંથી બહાર આવવું પડ્યું. કારણ કે તેનો પરિવારમાં તેની બહેનનું નિધન થયું છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલને લઇને એક માઠા સમાચાર સામે આવ્યા છે. હાલમાં આઇપીએલ ચાલી રહી છે, ત્યારે સમાચાર છે કે હર્ષલ પટેલની બહેનનુ નિધન થઇ ગયુ છે, આ નિધનના સમાચાર સાંભળતા જ ક્રિકેટર ઘરે જવા માટે રવાના થઇ ગયો છે. તેની બહેનનુ નિધન 9મી એપ્રિલે થયુ છે, તે સમયે હર્ષલ પટેલ મુંબઇ ઇન્ડિયન્સ સામે આઇપીએલની મેચ રમી રહ્યો હતો, જોકે, મેચ બાદ તરત જ તે ઘરે જવા રવાના થઇ ગયો હતો.
આઈપીએલ સાથે સંકળાયેલા સુત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે હર્ષલને અચાનક બાયો બબલમાંથી બહાર આવવું પડ્યું. કારણ કે તેનો પરિવારમાં તેની બહેનનું નિધન થયું છે. હર્ષલ હવે 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા ટીમના બાયો બબલમાં જોડાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે પીટીઆઈએ એ સ્પષ્ટ કર્યું નથી કે હર્ષલના પરિવારમાં કોનું મૃત્યુ થયું છે. પરંતુ દૈનિક જાગરણ મુજબ હર્ષલ પટેલની બહેનનું અવસાન થયું છે.
હર્ષલ પટેલ પટેલ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરનો બેસ્ટ પરફોર્મર બૉલર છે, તેને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 2 વિકેટ ઝડપીને મુંબઇ માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. આઇપીએલમાં બેંગ્લૉરનુ પરફોર્મન્સ આ સિઝનમાં સારુ રહ્યુ છે, ફાક ડૂ પ્લેસીસીની કેપ્ટનશીપમાં આ સિઝનમાં ચાર મેચ રમી છે, જેમાંથી એકમાં હાર અને 3 મેચ મળી છે. ઉલ્લેખનીય છે કે, હર્ષલ પટેલ ગુજરાતી ક્રિકેટર છે, અને ગુજરાતમાં સાણંદને રહેવાસી છે, પરંતુ હાલમાં ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા તરફથી રમી રહ્યો છે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?