IPL 2022: કોલકાતા સામે સુપરમેન બન્યો કુલદીપ યાદવ, લાંબી દોડ લગાવી પકડ્યો શાનદાર કેચ, જુઓ વીડિયો
IPL 2022, Kuldeep Yadav: કુલદીપ યાદવે મેચમાં 4 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લઈને કોલકાતાની કમર તોડી નાખી હતી. તેણે કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યર, પેટ કમિન્સ, સુનીલ નારાયણ અને ઉમેશ યાદવને આઉટ કર્યા હતા.
IPL 2022, KKR vc DC:: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 19મી મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 44 રનથી હરાવ્યું. આ મેચ હાઈ સ્કોરિંગ મેચ હતી અને દિલ્હીએ આ સિઝનનો સૌથી મોટો ટાર્ગેટ રાખ્યો હતો. આ મેચમાં દિલ્હીએ 215 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતાની ટીમ 171 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચ દરમિયાન કુલદીપ યાદવે ઉમેશ યાદવનો શાનદાર કેચ પકડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
કુલદીપ યાદવે આ મેચમાં ચાર ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લઈને કોલકાતાની કમર તોડી નાખી હતી. કુલદીપે કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યર, પેટ કમિન્સ, સુનીલ નારાયણ અને ઉમેશ યાદવને આઉટ કર્યા હતા. KKRની ઇનિંગ્સની 16મી ઓવરમાં કુલદીપે એક સરસ બોલ ફેંક્યો અને ઉમેશે તે બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો સમય યોગ્ય ન હોવાને કારણે બોલ બહુ દૂર સુધી પહોંચી શક્યો નહીં. આ દરમિયાન બોલિંગ કરી રહેલા કુલદીપ યાદવ દોડ્યો અને લાંબું અંતર કાપ્યા બાદ કૂદીને કેચ પકડ્યો. કુલદીપના આ કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
That celebration at the end if of a man who was not given any reassurance and fell out of KKR's & ICT's favour. To comeback and let your actions speak for you!
— Vedant (@thatcrickettguy) April 10, 2022
So so happy for him! 💛👏 #DCvKKR #KuldeepYadav pic.twitter.com/6n8lQBM6zX
દિલ્હીના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 4 ઓવરમાં 35 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે કુલદીપ યાદવને 'પ્લેયર ઓફ ધ મેચ' પણ જાહેર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે કુલદીપ લાંબા સમય સુધી કોલકાતાની ટીમનો ભાગ હતો, પરંતુ પછી ટીમે તેને છોડી દીધો અને મેગા ઓક્શનમાં દિલ્હીની ટીમે કુલદીપને ખરીદ્યો. કુલદીપ આ સિઝનમાં શાનદાર બોલિંગ કરીને ખળભળાટ મચાવી રહ્યો છે.
Every cricket fan is happy for this man bcoz we all know that he deserves it all 👏🙌
— MR || TejRanFam || RCB || ❤️ (@MRxTweetz_) April 10, 2022
Kuldeep Yadav ❤️#KKRvDC #IPL2022 @DelhiCapitals #kuldeepyadav #TejRan pic.twitter.com/EPMZ3mkKNy