IPL 2022, PBKS vs SRH: ઉમરાન મલિકના બોલ પર લિવિંગસ્ટોને લગાવી 106 મીટરની સિક્સ, વિલિયમસન અને કુંબલેએ આપ્યું આવું રિએકશન, જુઓ વીડિયો
IPL 2022: લિયામ લિવિંગસ્ટોને સનરાઈઝર્સ હૈદરાબાદના સ્પીડસ્ટાર ઉમરાન મલિક પર 106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. લિવિંગસ્ટોનના આ સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
PBKS vs SRH: મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 28મી મેચમાં પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને સનરાઈઝર્સ હૈદરાબાદના સ્પીડસ્ટાર ઉમરાન મલિક પર 106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. લિવિંગસ્ટોનના આ સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઉમરાન મલિક આ મેચમાં પંજાબના બેટ્સમેનોને પોતાની સ્પીડથી પરેશાન કરી રહ્યો હતો. આ ઓવરના પ્રથમ બે બોલ પર, ઉમરાને લિવિંગસ્ટોનને પરેશાન કર્યા, પરંતુ ત્રીજા બોલ પર, લિવિંગસ્ટોને શાનદાર પુલ શોટ રમ્યો અને 106 મીટર લાંબી સિક્સર ફટકારી. હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન પણ લિવિંગસ્ટોનના આ શોટને જોતો રહ્યો. જ્યારે ડગઆઉટમાં બેઠેલા પંજાબના કોચ અનિલ કુંબલે પણ ખુશીથી ઉછળી પડ્યા હતા.
Livingstone 106meter huge six of Umran pic.twitter.com/tQwnCTbQkR
— Big Cric Fan (@cric_big_fan) April 17, 2022
ઉમરાન મલિકે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે છેલ્લી ઓવરમાં આવેલા ઉમરાન મલિકે એકપણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઓવરમાં એક ખેલાડી રનઆઉટ પણ થયો હતો. આ રીતે 20મી ઓવરમાં કુલ ચાર વિકેટ પડી હતી. ઉમરાને તેની ચાર ઓવરમાં 28 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ ભુવીએ ત્રણ વિકેટ ઝડપી હતી.
Liam Livingstone has his name on 3 of the biggest sixes in IPL 2022 #PBKSvSRH #liamlivingstone #Cricket #ipl pic.twitter.com/VUjFNz3veW
— Dx Mansha (@DxMansha) April 17, 2022
Cracking shot from Livingstone pic.twitter.com/SIjq8b4dwP
— Big Cric Fan (@cric_big_fan) April 17, 2022
W 0 W 0 W W W(RUN-OUT) - Umran Malik pic.twitter.com/t876zm3Otp
— Big Cric Fan (@cric_big_fan) April 17, 2022