CSK vs PBKS: આવી હોઇ શકે છે ચેન્નાઇ અને પંજાબની પ્લેઇંગ ઇલેવન, જાણો શું કહે છે પીચ રિપોર્ટ
જો રેકોર્ડ્સની વાત કરીએ તો ચેન્નાઇ અને પંજાબ આઇપીએલમાં 26 મેચોમાં આમને સામને ટકરાયા છે, જેમાં ચેન્નાઇે 16 અને પંજાબે 10 મેચોમી જીત હાંસલ કરી છે.
CSK vs PBKS: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રવિવારે ફરી એકવાર ડબલ હેડર મુકાબલા જોવા મળશે. આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ વચ્ચે પણ કાંટાની ટક્કર જોવા મળશે. બન્નેની મેચ 3 એપ્રિલ રવિવારે સાંજે 7.30 વાગે બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો જીત મેળવવા પ્રયાસ કરશે કેમ કે જાડેજાની આગેવાની વાળી ચેન્નાઇને હજુ સુધી જીત નથી મળી તો સામે પંજાબ ફરી એકવાર જીતના પાટા પર આવવા પ્રયાસ કરશે.
જો રેકોર્ડ્સની વાત કરીએ તો ચેન્નાઇ અને પંજાબ આઇપીએલમાં 26 મેચોમાં આમને સામને ટકરાયા છે, જેમાં ચેન્નાઇે 16 અને પંજાબે 10 મેચોમી જીત હાંસલ કરી છે.
શું કહે છે પીચ રિપોર્ટ -
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી બે મેચો બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ ચૂકી છે. આ દરમિયાન હાઇ સ્કૉરિંગ મેચ જોવા મળી છે. રાત્રની મેચમાં ભેજની ભૂમિકા મહત્વનવી રહેશે. ભેજના કારણે બૉલરો માટે બૉલિંગ કરવી અઘરી પડી શકે છે. આવામાં ટૉસ જીતીને કોઇપણ કેપ્ટન બૉલિંગ કરવા જ માંગશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ચેન્નાઇ સુપર કિંગ્સ -
ઋતુરાજ ગાયકવાડ, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શિવમ ડુબે, ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટૉરિયસ, ક્રિસ જૉર્ડન, રાજવર્ધન હેંગરગેકર.
પંજાબ કિંગ્સ -
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જૉની બેયર્સ્ટો, ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર) ઓડિયન સ્મિથ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, કગિસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચાહર.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન