IPL 2022, RR vs LSG Score : રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સની જીત, ચહલની 4 વિકેટ
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 20મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બંને ટીમો માટે સિઝનની શરૂઆત સારી રહી છે. બંને ટીમો અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે.
LIVE
Background
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 20મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બંને ટીમો માટે સિઝનની શરૂઆત સારી રહી છે. બંને ટીમો અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે. હવે બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા ઈચ્છશે. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
લખનઉની ટીમ અગાઉથી મજબૂત છે. પ્રથમ મેચ હાર્યા બાદ આ ટીમે સતત ત્રણ મેચ જીતી છે. બીજી તરફ સ્ટોઈનિસના આગમનથી આ ટીમ વધુ મજબૂત થશે. લખનઉ તરફથી કેપ્ટન લોકેશ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે ઇનિંગની શરૂઆત કરે છે. બંને બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે, સાથે જ એવિન લુઈસ ત્રીજા નંબર પર રમે છે, પરંતુ ચેન્નઈ સામેની મેચ સિવાય અન્ય કોઈ મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નથી.
લખનઉ માટે દીપક હુડા ચોથા નંબર પર અને ક્રુણાલ પંડ્યા પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. આયુષ બદોની પણ સારા ફોર્મમાં છે. બોલિંગમાં અવેશ ખાન અને રવિ બિશ્નોઈ વિરોધી બેટ્સમેનોને પરેશાન કરી રહ્યા છે.
રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની જીત
રોમાંચક મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટની સામે રાજસ્થાન રોયલ્સની 3 રનની જીત થઈ છે. લખનઉ તરફથી સ્ટોઈનિસે શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ તે જીત અપાવી ન શક્યો. આ મેચમાં ચહલે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. રાજસ્થાની ટીમનું ટોપ ઓર્ડર બેટ્સમેન ફેલ રહ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટને વધુ એક ઝટકો
લખનઉ સુપર જાયન્ટને વધુ એક ઝટકો લાગ્યો છે. દિપક હુડ્ડા 25 રન બનાવી આઉટ થયો છે. લખનઉની ટીમે 9.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 53 રન બનાવ્યા છે. ડિકોક હાલ રમતમાં છે.
લખનઉની ટીમને ત્રીજો ઝટકો
લખનઉની ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. જેસન હોલ્ડર માત્ર 8 રન બનાવી આઉટ થયો છે. હાલ ડિકોક અને હુડા રમતમાં છે.
લખનઉ સુપર જાયન્ટની ખરાબ શરુઆત
લખનઉ સુપર જાયન્ટની શરુઆત ખૂબ જ ખરાબ થઈ છે. ટીમે 15 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દિધી છે. કેએલ રાહુલ અને ક્રિશ્નપ્પા ગૌથમ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા છે. બોલ્ટે શાનદાર બોલિંગ કરતા પહેલી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.
લખનઉની ટીમે જીતવા માટે 166 રનનો લક્ષ્યાંક
રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 165 રન બનાવ્યા છે. લખનઉની ટીમે જીતવા માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન તરફથી હેટમાયરે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. હેટમાયરે 36 બોલમાં આક્રમક 59 રન બનાવ્યા હતા.