RCB vs CSK: RCBના બોલર હર્ષલ પટેલની બહેનને શ્રદ્ધાંજલિ આપવા RCBના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરી રમવા આવ્યા
ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચની શરુઆતમાં RCBએ ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
IPL 2022: ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચની શરુઆતમાં RCBએ ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોજ જીત્યા બાદ આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે કહ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે, હું મારા ભાઈઓ સામે રમવા ઉતર્યો છું. ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે રમાયેલી આઈપીએલ સીઝનમાં ડુપ્લેસિસ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. ચેન્નાઈને ચેમ્પિયન બનાવવામાં ફાફ ડુપ્લેસીસની ભૂમિકા મહત્વની હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમના તમામ ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં કાળી પટ્ટી બાંધીને રમવા આવ્યા છે. RCBનો સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલ તેની બહેનના મૃત્યુ બાદ ઘરે પરત ફર્યો છે અને તે આજની મેચનો ભાગ નથી. હર્ષલ પટેલની બહેનને શ્રદ્ધાંજલિ આપવા માટે RCBના ખેલાડીઓ બ્લેક પટ્ટી પહેરીને રમવા ઉતર્યા છે. આરસીબીની ટીમ આ મેચ પહેલાં ચાર મેચ રમી ચુકી છે અને પ્રથમ મેચ હાર્યા બાદ સતત ત્રણ મેચ જીતી છે. CSKની વાત કરીએ તો ટીમ સતત ચાર મેચ હારી છે.
#RCB is wearing black arm bands for the passing away of Harshal Patel's sister.
— Johns. (@CricCrazyJohns) April 12, 2022
પિચ રિપોર્ટઃ
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બોલરોને વધારે મદદ મળતી નથી. અહીં ટાર્ગેટનો પીછો કરતા ટીમે 4 વખત જીત મેળવી છે. આ સિવાય ટીમે બે વખત પ્રથમ બેટિંગ કરતા જીત મેળવી છે. ઝાકળને કારણે બોલરોને બીજી ઇનિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ