મુંબઇ અને કોલકત્તા, બન્ને ટીમમાં આ એક-એક ખતરનાક ખેલાડીની થશે વાપસી, આજે આવી હશે બન્નેની પ્લેઇંગ -11
આજની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં જબરદસ્ત રીતે બે એવા ખેલાડીઓની વાપસી થઇ શકે છે જે મેચ બદલી શકે છે.
KKR vs MI Predicted Playing XI: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે એક મોટી ટક્કર જોવા મળશે. આજે લીગમાં રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ (MI) ની ટીમ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. ખાસ વાત છે કે મુંબઇની શરૂઆત આ લીગમાં એકદમ ખરાબ રહી છે. હજુ સુધી જીતનુ ખાતુ નથી ખોલાવી શકી, જ્યારે કોલકત્તાએ ત્રણ મેચોમાંથી બે મેચો જીતી ચૂકી છે. જાણો કેવી હશે બન્નેની આજની પ્લેઇંગ ઇલેવન, ને કયા ઘાતક ખેલાડીઓનો થશે સમાવેશ......
આજની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં જબરદસ્ત રીતે બે એવા ખેલાડીઓની વાપસી થઇ શકે છે જે મેચ બદલી શકે છે. રિપોર્ટ છે કે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પેટ કમિન્સ કોલકત્તા ટીમ સાથે જોડાઇ શકે છે, જ્યારે બીજીબાજુ મુંબઇ ઇન્ડિયન્સમાં ફરી એકવાર મેચ વિનર ખેલાડી સૂર્ય કુમાર યાદવ રમતો દેખાઇ શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી સૂર્ય કુમાર યાદવ ઇજાગ્રસ્ત હોવાથી ટીમની બહાર હતો. આ બન્ને ખેલાડીઓની ટીમમાં વાપસી આજે લગભગ નક્કી છે.
બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ-
અજિંક્યે રહાણે, વેકેંટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), સેમ બિલિંગ્સ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નારેન, શિવમ માવી, ઉમેશ યાદવ, પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી.
મુંબઇ ઇન્ડિયન્સ -
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્ય કુમાર યાદવ, તિલક વર્મા, કીરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ટાઇમલ મિલ્સ, જયદેવ ઉનડકટ.
અહીંથી જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ -
મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે બુધવારે સાંજે 7:30 વાગ્યાથી આ મેચ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએસન સ્ટેડિયમમાં રમાશે. જો તમે મુંબઇ અને કોલકત્તા વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર જોઇ શકો છો. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે મેચનો આનંદ તમે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર લઇ શકો છો. આ ઉપરાંત તમે લાઇવ અપડેટ માટે એબીપી અસ્મિતા ન્યૂઝ વેબસાઇટ સાથે જોડાઇ શકો છો.
કોલકત્તા અને મુંબઇ વચ્ચે કેવો છે રેકોર્ડ -
આઇપીએલમાં બન્ને ટીમો 29 વાર આમને સામને આવી ચૂકી છે. આમાં મુંબઇ ઇન્ડિયન્સે 22 વાર જીત હાંસલ કરી છે, જ્યારે કોલકત્તાએ 7 મેચોમાં જીત નોંધાવી છે. ગયા રેકોર્ડના આધાર પર મુંબઇનુ પલડુ ભારે છે, પરંતુ આ સિઝનમાં મુંબઇનુ પ્રદર્શન એકદમ ખરાબ રહ્યુ છે, જ્યારે કોલકત્તાની ટીમ આ સિઝનમાં સારી શરૂઆત કરી ચૂકી છે.
આ પણ વાંચો..........
Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ
PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?
LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે