શોધખોળ કરો

IPL 2023 Final : હાર્દિક પંડ્યાની આ ભૂલે ગુજરાત IPLની ફાઈનલ હારી ગયું?

ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે આઈપીએલની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની હાર માટે કપ્તાન હાર્દિક પંડ્યાને આડકતરી રીતે જવાબદાર ઠેરવ્યો છે. આ માટે ગાવસ્કરે કેટલીક દલીલો પણ આપી હતી.

Sunil Gavaskar Slammed Hardik Pandya: IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સનો વિજય થયો હતો. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઇએ ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ 5 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ચેન્નઈએ પાંચમું આઈપીએલ ટાઈટલ જીત્યું. ચેન્નઈની આ જીતનો હીરો ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. હવે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે હાર માટે હાર્દિક પંડ્યાને ઠપકો આપ્યો હતો.

ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે આઈપીએલની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની હાર માટે કપ્તાન હાર્દિક પંડ્યાને આડકતરી રીતે જવાબદાર ઠેરવ્યો છે. આ માટે ગાવસ્કરે કેટલીક દલીલો પણ આપી હતી. 

'સ્પોર્ટ્સ તક' પર વાત કરતા ગાવસ્કરે કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા માટે છેલ્લી ઓવરમાં બોલર મોહિત શર્મા સાથે વાત કરવી બિનજરૂરી હતી. ગુજરાત તરફથી ફાસ્ટ બોલર મોહિત શર્મા ઈનિંગની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. ચેન્નઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી અને મોહિત શર્માએ પહેલા 4 બોલમાં માત્ર 3 રન જ આપ્યા હતા. ત્યાર બાદ CSKના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં 1 સિક્સર અને 1 ફોર ફટકારીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

હાર્દિક છેલ્લા બોલ પહેલા મોહિત શર્મા સાથે વાત કરવા આવ્યો અને...

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરના છેલ્લા બોલ પહેલા મોહિત શર્મા સાથે વાત કરવા પહોંચી ગયો હતો, જેને સુનીલ ગાવસ્કરે સંપૂર્ણપણે બિનજરૂરી ગણાવ્યો હતો. ગાવસ્કરે કહ્યું હતુંકે, “તેણે 3-4 બોલમાં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ પછી કોઈ કારણસર ઓવરની વચ્ચે જ તેને પાણી મોકલવામાં આવ્યું હતું. જે બાદ હાર્દિકે આવીને મોહિત સાથે વાત કરી હતી.

આ ઉપરાંત સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, જ્યારે બોલર લયમાં હોય તો તેને પરેશાન ના કરવા જોઈએ. તમારે માત્ર દૂરથી જ વાત કરવી જોઈએ. અનુભવી ગાવસ્કરે કહ્યું હતું કે, "જ્યારે બોલર તેની લયમાં હોય અને માનસિક રીતે તે પણ ત્યાં હતો, તો કોઈએ તેને કંઈપણ ન કહેવું ના જોઈએ. કંઈ પણ નહીં. બસ દૂરથી જ કહો કે ખુબ જ સારો બોલ. તેની પાસે જવું, તેની સાથે વાત કરવી એ યોગ્ય બાબતો ન હતી. હાર્દિક પંડ્યાએ જેવી વાત કરી કે પછી તરત જ મોહિત આમ તેમ જોવા લાગ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’

GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ

IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?

લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા

Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો

Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?

Embed widget