શોધખોળ કરો

IPL 2023 Final : ક્રિકેટ રસિયાઓ માટે માઠા સમાચાર, IPLની ફાઈનલના રંગમાં પડી શકે છે ભંગ

આ અગાઉ અમદાવાદમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં વરસાદનો અવરોધ સર્જાયો હતો, જેના કારણે ટોસ મોડો થયો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી. હવે ફાઈનલ મેચમાં પણ વરસાદ રમત બગાડી શકે છે.

IPL 2023 Final Weather Forecast: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે IPL 2023ની ફાઈનલ મુકાબલો ખેલાવવા જઈ રહ્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2023ની ફાઈનલ મેચ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. પરંતુ વરસાદ વિલન બની શકે છે. ખરાબ હવામાન એટલે કે વરસાદ ચાહકોનો ઉત્સાહ બગાડી શકે છે. 

આ અગાઉ અમદાવાદમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં વરસાદનો અવરોધ સર્જાયો હતો, જેના કારણે ટોસ મોડો થયો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી. હવે ફાઈનલ મેચમાં પણ વરસાદ રમત બગાડી શકે છે.

કેવું રહેશે અમદાવાદનું હવામાન?

'AccuWeather'ના અહેવાલ અનુસાર, IPL 2023 ફાઈનલના દિવસે 28 મે, રવિવારના રોજ વરસાદની 40 ટકા સંભાવના છે. આજે અમદાવાદમાં 2 કલાક વરસાદ પડી શકે છે. સાંજે વરસાદનું જોખમ વધશે. સૂર્યાસ્ત થતાં જ હળવા વરસાદની શક્યતા વધી જશે.

શહેરમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ આજે સાંજે વધુ વરસાદ નહીં થાય, પરંતુ કાળા વાદળો આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ચાહકોને આખી મેચ જોવા મળે છે કે પછી વરસાદ મેચમાં ખલેલ પહોંચાડશે.

ધોની 250મી મેચ માટે મેદાનમાં ઉતરશે

જાહેર છે કે, ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. આ ફાઈનલ મેચ દ્વારા ધોની તેની IPL કરિયરની 250મી મેચ રમશે. આઈપીએલના ઈતિહાસમાં ધોની આ ખાસ આંકડોને સ્પર્શનાર પ્રથમ ખેલાડી બનશે.

જોકે ધોની હજુ પણ IPLમાં સૌથી વધુ રમનાર ખેલાડી છે. આ યાદીમાં રોહિત શર્મા 243 મેચ સાથે બીજા, દિનેશ કાર્તિક 242 મેચ સાથે ત્રીજા, વિરાટ કોહલી 237 મેચ સાથે ચોથા અને રવિન્દ્ર જાડેજા 225 મેચ સાથે પાંચમા નંબર પર છે.

IPL 2023 : ...તો ગુજરાત ટાઈટન્સ એક પણ બોલ રમ્યા વગર બની જશે ચેમ્પિયન

 IPL 2023 (IPL 2023)ની ટાઈટલ મેચ 28 મેના રોજ અમદાવાદના આંગણે રમાશે. આ શાનદાર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ની ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પરંતુ સૌથી મોટી ચિંતા બન્યો છે વરસાદ. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો શું થાય. આમ થાય તો બહુ ઓછા લોકોને ખબર હશે કે કઈ ટીમ ફાઈનલ જીતશે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

જો મેચ રદ થશે તો કઈ ટીમ ચેમ્પિયન બને? 

પ્લેઓફ મેચ અને ફાઈનલ મેચના નિયમો તદ્દન અલગ છે. બીજી તરફ, જો IPLમાં લીગ રાઉન્ડમાં કોઈ મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. આ સ્થિતિમાં ઘણા ક્રિકેટ પ્રેમીઓના મનમાં એક પ્રશ્ન છે કે, જો વરસાદના કારણે ક્વોલિફાયર રદ થાય તો કઈ ટીમ આ સિઝનની ચેમ્પિયન બનશે? તમને જણાવી દઈએ કે, આઈપીએલના નિયમો અનુસાર આ વખતે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તેથી IPL 2023ના અંતિમ વિજેતાનો નિર્ણય નિર્ધારિત મેચના દિવસે જ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget