શોધખોળ કરો

IPL 2023: ઓરેન્જ કેપ અને પર્પલ કેપ સહિત કયા ખેલાડીને શું મળ્યું, જાણો ઈનામની રકમ

IPL 2023: આઈપીએલની ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી 5મી વખત ખિતાબ જીત્યો હતો.

IPL 2023 Orange Cap Puprple Cap:  IPL 2023 સિઝનમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ રીતે ઓરેન્જ કેપ શુભમન ગિલને મળી હતી. શુભમન ગિલે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. આ સાથે જ ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી. મોહમ્મદ શમીએ 17 મેચમાં સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા અને રાશિદ ખાને 27-27 વિકેટ લીધી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના પિયુષ ચાવલાએ 22 વિકેટ ઝડપી હતી.

IPL વિજેતા ટીમને કેટલા પૈસા મળ્યા?

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની CSK એ સતત પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. IPL વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સે ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા.

ફાઇનલમાં હારેલી ટીમને કેટલા પૈસા મળ્યા?

ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને પણ મોટી રકમ મળી હતી, ગુજરાત ટાઇટન્સને રનર અપ તરીકે 13 કરોડ રૂપિયા મળ્યા હતા.

ઓરેન્જ કેપ વિજેતાને કેટલા પૈસા મળ્યા?

ઓરેન્જ કેપ વિજેતા ગુજરાત ટાઇટન્સના ખેલાડી શુભમન ગીલને 15 લાખ રૂપિયા મળ્યા હતા.

પર્પલ કેપ વિજેતાને કેટલી ઈનામી રકમ મળી?

ગુજરાત ટાઈટન્સના પર્પલ કેપ વિજેતા મોહમ્મદ શમીને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા મળ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023 સીઝનનો ખિતાબ જીત્યો છે. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સંયુક્ત રીતે સૌથી વધુ વખત આઈપીએલ જીતનારી ટીમ બની ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે 5-5 વખત આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો છે.

ધોનીએ નિવૃત્તિ અંગે શું કહ્યું

ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમને જોઈને તે આગામી સિઝનમાં તેમને ગિફ્ટ આપવા માટે ફરીથી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. તેણે કહ્યું, “જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે. 
તેણે કહ્યું, “શરીરે સહકાર આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget