IPL 2023: આઇપીએલમાં નહીં દેખાય આ ત્રણ દિગ્ગજોને જલવો, ઓક્શનમાં નથી આપ્યુ નામ
રિપોર્ટ પ્રમાણે, આ વખતે આઇપીએલ 2023માં સ્ટીવ સ્મિથ, ડ્વેન બ્રાવો, અને માર્નસ લાબુશાને જેવા દિગ્ગજો નહીં રમતા દેખાય. ખરેખરમાં આ ત્રણેય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ છે,
IPL Mini Auction 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ સિઝન માટે 23 ડિસેમ્બર, 2022ને કોચ્ચીમાં ઓક્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે, આ દરમિયાન આઇપીએલના ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ આ વખતે ત્રણ દિગ્ગજ ખેલાડીઓ IPLનો ભાગ નહીં રહે.
રિપોર્ટ પ્રમાણે, આ વખતે આઇપીએલ 2023માં સ્ટીવ સ્મિથ, ડ્વેન બ્રાવો, અને માર્નસ લાબુશાને જેવા દિગ્ગજો નહીં રમતા દેખાય. ખરેખરમાં આ ત્રણેય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ છે, પરંતુ તેમને IPLની મિની ઓક્શનમાં સામેલ થવા માટે નામ નથી આપ્યુ, આ ક્રિકેટરોએ નામ ના રજિસ્ટર કરાવવાથી હવે આઇપીએલ 2023 નહીં રમે તે નક્કી થઇ ગયુ છે.
બ્રાવોએ નથી આપ્યુ નામ -
વેસ્ટ ઇન્ડિઝનો મહાન પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો દરેક સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી મેદાનમાં ઉતરતો હતો, પરંતુ આ વખતે તેને ઓક્શન પહેલા સીએસકેએ રિલીઝ કરી દીધો હતો, હવે તેને મિની ઓક્શન માટે પોતાનુ નામ નથી રજિસ્ટર્ડ કરાવ્યુ.
માર્નશ લાબુશાને અને સ્ટીવ સ્મિથ બહાર -
ડ્વેન બ્રાવો ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ક્રિકેટરો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેટ્સમેન માર્નશ લાબુશાને આઇપીએલ 2023માં રમતા નહીં દેખાય. આ બન્ને ખેલાડીઓએ આઇપીએલ રમવા માટે પોતાનુ નામ નથી રજિસ્ટર કરાવ્યુ. મિની ઓક્શનમાંથી આ બન્ને ખેલાડીઓ ખસી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ બન્ને સ્ટાર્સ આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં નહતા વેચાયા, હાલમાં બન્ને કમાલના ફોર્મમાં ચાલી રહ્યાં છે. બન્નેએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં ડબલ સેન્ચૂરી ફટકારીને ધમાલ મચાવી દીધી છે.
IPL 2023 ના ઓક્શનમાં સામેલ થશે કુલ 991 ખેલાડીઓ, જુઓ ક્યાં દેશના કેટલા ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
IPL 2023 Auction Kochi: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિઝન માટે 23 ડિસેમ્બર 2022ના રોજ કોચીમાં હરાજી થશે. IPL 2023ની હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ વખતે હરાજીમાં ભાગ લેનારી વિદેશી ટીમો પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના કુલ 57 ખેલાડીઓ IPL 2023ની હરાજીમાં ભાગ લેશે. આ પછી દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે.
NEWS- 991 players register for TATA IPL 2023 Player Auction.
— IndianPremierLeague (@IPL) December 1, 2022
A total of 991 players (714 Indian and 277 overseas players) have signed up to be part of the TATA IPL 2023 Player Auction set to take place on 23rd December 2022 in Kochi.
More details here - https://t.co/JEpOBUKcKe
IPL એ હરાજી પહેલા ગુરુવારે મીડિયા એડવાઇઝરી જારી કરી છે. જેમાં હરાજીમાં ભાગ લેનાર ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. IPLએ જણાવ્યું કે ભારતના 714 ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. જ્યારે વિદેશમાંથી 277 ખેલાડીઓ હશે. આમાં 185 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે 786 અનકેપ્ડ ખેલાડીઓ છે. તે જ સમયે, 20 ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનો ભાગ છે. જો ભારતીય કેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો તેમાં 19 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સિઝનનો ભાગ હતા તેવા 91 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને હરાજીમાં સામેલ કરવામાં આવશે.
જો આપણે વિદેશી ટીમો પર નજર કરીએ તો, મોટાભાગના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા પાસે 57 ખેલાડીઓ હશે. જ્યારે દક્ષિણ આફ્રિકાના 52 ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. એ જ રીતે અફઘાનિસ્તાનના 14, બાંગ્લાદેશના 6, ઈંગ્લેન્ડના 31, આયર્લેન્ડના 8, નામિબિયાના 5, નેધરલેન્ડના 7, ન્યુઝીલેન્ડના 27, સ્કોટલેન્ડના 2, શ્રીલંકા 23, યુએઈના 6, ઝિમ્બાબ્વેના 6 અને 33 ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ તરફથી. હરાજીમાં ભાગ હશે.
IPL 2023ની હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ છે.