IPL 2023: શાહરૂખ ખાને મેદાન પર ઉતરતાં જ ફટકારી સિક્સ, પ્રીતિ ઝિન્ટાનું રિએક્શન થયું વાયરલ
Indian Premier League: પ્રથમ બેટિંગ કરતા પંજાબે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાતે જીત માટે 154 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.
Indian Premier League, PBKS vs GT : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 18મી મેચ 13 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. મોહાલીમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ગુજરાતે પંજાબ સામે એક બોલ બાકી રહેતા જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. ગુજરાતે જીત માટે 154 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. IPLની 16મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ત્રીજી જીત હતી. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની સ્થિતિ સુધરી ગઈ છે.
પંજાબ કિંગ્સની ટીમે આ મેચમાં 115ના સ્કોર સુધી પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ શાહરૂખ આને સિક્સર વડે પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી જેમાં તેણે અલ્ઝારી જોસેફના શોર્ટ બોલને ડીપ મિડવિકેટ તરફ સિક્સર ફટકારી હતી. આ શોટ જોઈને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર પણ સ્મિત જોવા મળ્યું. આ મેચમાં પ્રીતિ ઝિન્ટાની સાથે બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન પણ પંજાબ કિંગ્સની ટીમને પ્રોત્સાહિત કરવા મેચ જોવા પહોંચ્યા હતા. પંજાબની ટીમ તરફથી આ મેચમાં મેથ્યુ શોટે સૌથી વધુ 36 રનની ઇનિંગ રમી હતી. પંજાબની ઇનિંગ્સમાં શાહરૂખ ખાને માત્ર 9 બોલમાં 22 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
A blockbuster hit in a superstar performance - Shahrukh Khan is a fitting name atm 😍#IPLonJioCinema #IPL2023 #TATAIPL #PBKSvGT | @shahrukh_35 pic.twitter.com/C5ahxYAkob
— JioCinema (@JioCinema) April 13, 2023
ગુજરાત ટાઇટન્સ નંબર-3 પર
પંજાબ કિંગ્સ સામે 6 વિકેટથી મળેલી જીત બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. IPL 2023માં ગુજરાતે 4 મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત અને એકમાં હાર થઈ છે. હાર્દિક પંડ્યાની ટીમ 6 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. IPL 2023માં ગુજરાતે જીત સાથે શરૂઆત કરી હતી. 31 માર્ચે રમાયેલી સીઝનની પ્રથમ મેચમાં તેણે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ પછીની મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે કચડી નાખ્યું હતું. જ્યારે તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને ચોથી મેચમાં પંજાબ કિંગ્સનો 6 વિકેટે પરાજય થયો હતો.
રાજસ્થાન રોયલ્સ નંબર-1 પર યથાવત