IPL 2023: મુંબઇની ટીમમાં મોટો ફેરફાર, 2023થી આ સ્ટાર ક્રિકેટર સંભાળશે હેડ કૉચની જવાબદારી, જાણો
પહેલા એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે માર્ક બાઉચર દક્ષિણ આફ્રિકાની ટી20 લીગમાં મુંબઇ ઇન્ડિયન્સની માલિકી હક વાળી ટીમ એમઆઇ કેપટાઉનના હેડ કૉચ બની શકે છે,
IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન બાદ મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર થયો છે. મુંબઇએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર માર્ક બાઉચરને ટીમના નવા હેડ કૉચ તરીકે નિયુક્ત કર્યા છે. માર્ક બાઉચર હાલમાં દક્ષિણ આફ્રિકાની નેશનલ ટીમના કૉચ છે. માર્ક બાઉચરે જોકે, એલાન કરી દીધુ હતુ કે તે ટી20 વર્લ્ડકપ બાદથી દક્ષિણ આફ્રિકા ટીમનુ કૉચ પદ છોડી દેશે.
પહેલા એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે માર્ક બાઉચર દક્ષિણ આફ્રિકાની ટી20 લીગમાં મુંબઇ ઇન્ડિયન્સની માલિકી હક વાળી ટીમ એમઆઇ કેપટાઉનના હેડ કૉચ બની શકે છે, પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે એમઆઇ કેપટાઉન માટે સાયમન કેટિચને ટીમના હેડ કૉચ નિયુક્ત કર્યા. આ પછી માર્ક બાઉચરને આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના હેડ કૉચ બનાવવાના કયાસ લગાવવામાં આવતા હતા.
Presenting आपले नवीन Head Coach - 𝐌𝐀𝐑𝐊 𝐁𝐎𝐔𝐂𝐇𝐄𝐑 💙
Paltan, drop a 🙌 to welcome the 🇿🇦 legend to our #OneFamily 👏#DilKholKe #MumbaiIndians @markb46 @OfficialCSA pic.twitter.com/S6zarGJmNM— Mumbai Indians (@mipaltan) September 16, 2022
ખરેખરમાં, મુંબઇ ઇન્ડિયન્સે તાજેતરમાં જ પોતાના સેટઅપમાં કેટલાય ફેરફાર કર્યા છે. આઇપીએલ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સે દક્ષિણ આફ્રિકા અને યુએઇમાં રમાનારી ટી20 લીગમાં પણ ટીમો ખરીદી લીધી છે. આના કારણે મહેલા જયવર્ધનેને ગ્લૉબલ હેડ ઓફ પરફોર્મન્સની પૉસ્ટ આપવામાં આવી છે. વળી, ઝહિર ખાનને પણ ડાયેરક્ટર ઓફ ક્રિકેટ ઓપેરશનના પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે.
Mark Boucher T20I World Cup 2022: સાઉથ આફ્રિકાને વર્લ્ડકપ અગાઉ મોટો ઝટકો, કોચ માર્ક બાઉચરનું રાજીનામું -
બાઉચરે 2019માં કોચનું પદ સંભાળ્યું હતું
માર્ક બાઉચરે ડિસેમ્બર 2019માં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. તેમના કોચિંગ હેઠળ ટીમે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે ટીમે 23 T20 અને 12 ODI મેચ જીતી છે. આફ્રિકાએ ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ આફ્રિકાની ટીમ હાલમાં બીજા નંબર પર છે. આવી સ્થિતિમાં જો જોવામાં આવે તો બાઉચરના કોચ હેઠળ આફ્રિકાની ટીમે સારું પ્રદર્શન કર્યું છે.
BOUCHER TO STEP DOWN 🚨#Proteas head coach Mark Boucher will leave his role at the conclusion of the ICC Men’s T20 World Cup 2022 in Australia.
— Cricket South Africa (@OfficialCSA) September 12, 2022
Read More 🔗 https://t.co/xCJNBiDMzr pic.twitter.com/adW3Aw7FwG
--