IPLમાં પ્લેઓફની રેસ રોચક બની, 55 મેચો પુરી છતાં કોઇ ટીમ નથી થઇ ક્વૉલિફાઇ, જાણો કોની પાસે છે મોકો ?
KKR હાલમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને બાકીની 3 મેચમાં જીત કોલકાતાને પ્લેઓફમાં લઈ જશે
![IPLમાં પ્લેઓફની રેસ રોચક બની, 55 મેચો પુરી છતાં કોઇ ટીમ નથી થઇ ક્વૉલિફાઇ, જાણો કોની પાસે છે મોકો ? IPL 2024 Playoffs Race Be Interesting News: ipl playoffs 2024 team scenario how many teams have qualified for playoffs rcb mi knockout chances IPLમાં પ્લેઓફની રેસ રોચક બની, 55 મેચો પુરી છતાં કોઇ ટીમ નથી થઇ ક્વૉલિફાઇ, જાણો કોની પાસે છે મોકો ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/d3e97f24d122d667dc2dd7920187ff98171508311360677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2024 Playoffs: IPL 2024નો લીગ સ્ટેજ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. તમામ ટીમોએ ઓછામાં ઓછી 10 મેચ રમી છે અને આવી સ્થિતિમાં પ્લેઓફની રેસ પણ ખુબ જ રસપ્રદ બની છે. કેમ કે આ સિઝનમાં લગભગ 55 મેચ પુરી થઈ ગઈ છે અને હવે લીગ તબક્કામાં માત્ર 15 મેચો જ બાકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રૉયલ્સ હાલમાં 16 પોઈન્ટ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સના 8 પોઈન્ટ છે. આટલી બધી મેચો પૂરી થવા છતાં પ્લેઓફને લઈને કંઈ સ્પષ્ટ નથી. ચાલો જાણીએ કે હાલમાં કઈ ટીમો પાસે પ્લેઓફમાં જવાની તક છે.
આ ટીમો પાસે ક્વૉલિફાઇ કરવાનો મોકો
KKR હાલમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને બાકીની 3 મેચમાં જીત કોલકાતાને પ્લેઓફમાં લઈ જશે. જો KKR આગામી 3 મેચ હારી જાય તો પણ સારા નેટ રન રેટને કારણે ટીમ ટોપ-4માં રહી શકે છે. રાજસ્થાન રોયલ્સની પણ આવી જ સ્થિતિ છે. સંજૂ સેમસનની સ્ક્વૉડ આગામી 4માંથી એક મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન નક્કી કરશે. આ દરમિયાન CSKના હાલમાં 12 પોઈન્ટ છે અને 3 મેચ બાકી છે અને ચેન્નાઈ તમામ મેચ જીતીને ટોપ-4માં સ્થાન નક્કી પાક્કુ કરશે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ માત્ર 1 મેચ જીતીને પણ પ્લેઓફમાં જઈ શકે છે. આવી સ્થિતિમાં ચેન્નાઈને અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. ચેન્નાઈની જેમ SRHના પણ 12 પોઈન્ટ છે, પરંતુ ખરાબ નેટ રન-રેટના કારણે હૈદરાબાદે બાકીની ત્રણ મેચ જીતવી પડશે.
જો તો... ની વચ્ચે ફસાઇ આ ટીમો -
LSGના અત્યારે 12 પોઈન્ટ છે અને 3 મેચ બાકી છે. લખનઉને ક્વૉલિફાઇ થવા માટે તેની ત્રણેય મેચ જીતવી પડશે, કારણ કે ટીમનો નેટ રન-રેટ ઘણો નબળો છે. દિલ્હી કેપિટલ્સ પાસે 3 મેચ બાકી છે અને જો તે ત્રણેય જીતે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. આ ત્રણેય મેચ દિલ્હી માટે મહત્વની છે અને એક મેચ હારી જાય તો પણ ડીસી મૂંઝવણમાં ફસાઈ શકે છે.
4 ટીમો બહાર થવાની કગાર પર
એવી 4 ટીમો પણ છે જે IPL 2024માં પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર છે. RCB, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ પાસે હાલમાં 8 પોઇન્ટ છે. જો બેંગલુરુ, ગુજરાત અને પંજાબ તેમની તમામ મેચો જીતી જાય તો પણ તેમને પ્લેઓફ માટે ક્વૉલિફાઇ કરવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. જો આ 3 ટીમો એક મેચ હારી જશે તો ટોપ-4ની રેસમાંથી બહાર થઈ જશે. વળી, મુંબઈ ઇન્ડિયન્સ માટે માત્ર 2 મેચ બાકી છે અને ટીમ પહેલેથી જ દુવિધામાં ફસાયેલી છે. બંને મેચ જીત્યા બાદ પણ મુંબઈ માટે પ્લેઓફ માટે ક્વૉલિફાઇ થવું ઘણું મુશ્કેલ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)