(Source: ECI/ABP News/ABP Majha)
CSK vs RCB: જો વરસાદના કારણે ચેન્નઇ અને બેંગલુરુ વચ્ચેની મેચ રદ્દ થાય તો કોને મળશે પ્લેઓફમાં સ્થાન
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ના પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. આ માટે ત્રણ ટીમો પહોંચી છે. હવે એક સ્થાન માટે બે ટીમો વચ્ચે સ્પર્ધા થશે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ના પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. આ માટે ત્રણ ટીમો પહોંચી છે. હવે એક સ્થાન માટે બે ટીમો વચ્ચે સ્પર્ધા થશે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે પ્લેઓફ માટે દાવો કરશે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો કોને ફાયદો થશે? આ પ્રશ્ન તમારા મનમાં આવી શકે છે. જવાબ છે કે સીએસકેને તેનો લાભ મળશે.
ચેન્નઈના 14 પોઈન્ટ છે. તેનો નેટ રન રેટ +0.528 છે. જ્યારે બેંગલુરુના 12 પોઈન્ટ છે. તેનો નેટ રન રેટ +0.387 છે. જો ચેન્નઈ આ મેચ જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. જો RCB જીતશે તો તેણે આ મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. આ સાથે તેનો નેટ રન રેટ CSK કરતા વધારે હશે અને તે પ્લેઓફ માટે દાવો કરી શકશે.
વરસાદના કારણે મેચ રદ્દ થશે તો કોને મળશે ફાયદો?
RCB અને CSK વચ્ચેની મેચમાં વરસાદની સંભાવના છે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ચેન્નઈને તેનો ફાયદો થશે. જો મેચ રદ થાય છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. આ સાથે ચેન્નઈના 15 પોઈન્ટ થઈ જશે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ જશે. આરસીબીના 13 પોઈન્ટ હશે.
શું છે અન્ય ટીમોની સ્થિતિ
ગુજરાત, પંજાબ અને મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આ ત્રણ ટીમો બહાર થઈ ગઈ છે. દિલ્હીના 14 પોઈન્ટ છે. પરંતુ તેનો નેટ રન રેટ માઈનસમાં છે. લખનઉની એક મેચ બાકી છે. તેના 12 પોઈન્ટ છે. મહત્વની વાત એ છે કે લખનઉનો નેટ રન રેટ પણ માઈનસમાં છે. KKR, રાજસ્થાન અને હૈદરાબાદની ટીમો પહેલા જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
IPL 2024માં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની. KKR પાસે હાલમાં 13 મેચમાં 9 જીત બાદ 19 પોઈન્ટ છે. જો તેઓ આગામી મેચ જીતે છે તો તેમના 21 પોઈન્ટ હશે અને જો હકીકતની વાત કરીએ તો હવે કોલકાતાને પ્રથમ સ્થાનેથી કોઈ હટાવી શકશે નહીં. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પાસે 8 જીત બાદ 16 પોઈન્ટ છે અને RR પાસે લીગ તબક્કામાં હજુ એક મેચ બાકી છે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ 15 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થનારી ત્રીજી ટીમ બની ગઈ છે.